સુરતમાં થયા અનોખા લગ્ન, સસરા જમાઈની જાન લઇને માંડવે પહોંચ્યા, તો સાસ-સસરાએ પુત્રવધુને દીકરી માની પોતાના હાથે કન્યાદાન કર્યું.
કહેવાય છે કે આપણા દેશમાં લગ્ન એટલે બે પરિવારના લગ્ન, બે અલગ અલગ પરિવાર લગ્ન પછી એક બની જાય છે. દરેક માતા પિતાનું સપનું હોય કે તેમની દીકરીને એવી સાસરી મળે કે જ્યાં તેને દીકરી જેવો પ્રેમ મળે,
આવા જ એક લગ્નઓ કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેને જાણીને તમે પણ ચોકી પડશો, જ્યાં સાસરિયાવાળાએ પુત્રવધુનું પોતાના હાથે કન્યાદાન કર્યું.રમેશભાઈ અને લક્ષ્મણબાઈના નાના દીકરા હાર્દિકના લગ્ન ભાવનાબેન અને વાલજીભાઈની દીકરી મહેશ્વરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા.
રમેશભાઈ અને લક્ષ્મણબાઈને સંતાનમાં બે દીકરા જ હતા માટે તેમને દીકરીનું કન્યાદાન કરવાનું સપનું હતું. બીજું બાજુ ભાવનાબેન અને વાલજીભાઈને સંતાનમાં એક દીકરી જ હતી માટે તેમનું સપનું હતું કે તે દીકરાની જાણ લઈને પરણવા માટે જાય.
તો બંને પક્ષએ અદ્દલ બદલી કરી દીધી. વરપક્ષના લોકોએ દીકરીને લીધી અને કન્યાપક્ષના લોકોએ જમાઈને દીકરો બનાવ્યો. સસરા જમાઈને પોતાનો દીકરો માનીને જાણ લઈને આવ્યા અને સાસુ સસરાએ પુત્રવધુને દીકરી માનીને પિતાના હાથે કન્યાદાન કર્યું. આવા અનોખાલગ્ન જોઈને,
લગ્નમાં આવેલા મહેમાનો પણ બે ઘડી વિચારમાં પડી ગયા હતા. આ ઘટનાથી સાબિત થાય કે હવે સમાજ બદલાઈ રહ્યો છે. સાસુ સસરાએ પુત્રવધુને દીકરી માની પોતાના હાથે કન્યાદાન કરતા દીકરીના પિતાની આંખો માંથી આંસુ આવી ગયા હતા. આ લગ્ન આજે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.