પોતાની લાખોની કમાણી છોડીને આ ડોક્ટર દંપતી લાગ્યા લોકોની સેવામાં…

હાલ સમગ્ર દેશભરમાં કોરોનાએ મોટી કહેર મચાવી દીધી છે અને તેનાથી દેશની અને ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલો ઉભરાઈ ગઈ છે, આવી સ્થિતિમાં દર્દીઓને ઘણી મોટી તકલીફો પણ પડી રહી છે

અને તેવામાં કેટલાક લોકો અને સંસ્થાઓ મદદે આવી ગઈ છે. કોરોનાના દર્દીઓની માટે લોકોએ કોવીડ સેન્ટરો ઉભા કરી દીધા છે. તેવામાં એક માનવતાનો કિસ્સો સુરત શહેરમાંથી બહાર આવ્યો છે.

જે પ્રમાણે માહિતી મળી રહી છે તે રીતે હાલ સુરતની સ્થિતિ સુધરી રહી છે, તેની વચ્ચે કેટલાક લોકો કોરોનાના દર્દીઓની મદદે ઉતરી પડ્યા છે. સુરત શહેરમાં એક ડોક્ટર દંપતી માનવતાની મિસાલ બનીને લોકોની મદદે ઉતરી ગઈ છે. પોતાનું ઓપીડી સેન્ટર બંધ કરીને હાલ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાની માટે આગળ આવી ગયા છે.

આ દંપતીએ દરિદ્ર નારાયણ સેવા, સુરત મહાનગર પાલિકા અને મહેશભાઈ સવાણી દ્વારા ખોલવામાં આવેલ આઇસોલેશન સેન્ટરમાં તેઓ નિસ્વાર્થભાવે સેવા આપી રહ્યો છે. આ ડોક્ટરનું નામ શૈલેષભાઇ ભાયાણી છે

અને તેઓએ આ મહેશભાઈ સવાણીની નિસ્વાર્થ સેવા જોઈને અમે પણ વિચાર્યું કે અમારાથી જેટલી દર્દીઓની સેવા થઇ શકે તેટલી કરીએ. ત્યારબાદ આ ડોકટરે મહેશભાઈનો કોન્ટેક્ટ કરીને આ આઇસોલેશન સેન્ટરમાં સેવા આપવાનું નક્કી કર્યું.

આ શૈલેષભાઇ અને તેમના પત્ની જે ડોક્ટર જ છે અને તે બંને બપોર પછીના સમયે સેવા આપીએ છીએ. જેથી તેઓએ તેમના ઓપીડી સેન્ટરને બંધ કરીને તેમનું પોતાનું કેટલાય રૂપિયાનું નુકસાન કરીને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સેવા માટે આગળ આવ્યા છે.

error: Content is protected !!