સૂકી ઉધરસ અને સુકાતા ગળા માટે ફક્ત આ એક જ રામબાણ ઉપાય…

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને હાલમાં જો કોઈ વ્યક્તિને સામાન્ય શરદી, ઉધરસ થાય તો પણ તેઓને ઘણી મોટી ચિંતા થતી હોય છે. હાલની સ્થિતિમાં કેટલાય લોકોમાં ગળું સુકાઈ જવું

અને સૂકી ઉધરસ થાય છે અને તેનાથી ખોટા વહેમ થતા હોય છે. આવા સમયે તમારે એક ઘરેલુ ઉપચાર કરવાનો છે. તેવામાં આ ઘરેલુ ઉપાય કરવાથી સૂકી ઉધરસ મૂળમાંથી નિકરી જશે.

આ કારગર ઉપાય કરવા માટે તમારે ખાલી બે જ વસ્તુઓ લેવાની છે, અજમો અને ફુદીનો લેવાનો છે. તમારે એક ચમચી જેટલો અજમો લેવાનો છે, ૫ થી ૧૦ પાન ફુદીનાના લેવાના છે.

સૌથી પહેલા બે ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને તેમાં આ અજમો અને ફુદીનો નાખવાનો છે. તેને બરાબર ગરમ કરવાનો છે, તેમાંથી વરાળ નિકરે તો તેનો નાસ લેવાનો છે. આવી રીતે દિવસમાં બે થી ત્રણ વાર નાસ લેવાનો છે, આમ કરવાથી બેથી ત્રણ દિવસમાં જ તમને રાહત થઇ જશે.

તેવો જ બીજો ઉપચાર કરવાની માટે અડધી ચમચી હળદર લેવાની છે, અને એક ચમચી મધ લેવાનું છે. તેમાં ૪ દાણા મરીના ભૂકો કરીને નાખવાના છે, આ ત્રણેય વસ્તુઓને લઈને આંગળી વડે બરાબર મિક્સ કરવાના છે.

આ મિશ્રણને આંગળી વડે ચાટી જવાનું છે. આ ઉપાય પણ દિવસમાં બે વાર કરવાના છે. જેના શરીરમાં વધુ ગરમી હોય તેવા લોકોએ મરીના ૨ જ દાણા લેવાના છે. આ ઉપાય કરવાથી ત્રણ થી ચાર જ દિવસમાં સૂકી ઉધરસ મટી જશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!