સુખી પરિવારમાંથી આવતા દેવુંમાં આખરે છેલ્લા ૧૮ વર્ષથી કેમ સ્મશાનમાં રહી રહયા છે. દેવુંમાંની કહાની જાણીને તમે જરૂરથી ભાવુક થઇ જશો.

મિત્રો આજે અમે તમને ગુજરાતના દેવુંમાં વિષે જણાવીશું. આજે અમે તમને દેવુંમાં વિષે એટલા માટે જણાવીશું કે કારણ કે દેવુંમાં છેલ્લા કેટલાક વર્ષોથી તેમના ગામના સ્માશાનમાં રહે છે. સ્માશાનનું નામ આવતાની સાથે જ લોકોમાં એક ડર ઉભો થઇ જાય છે.

આ વૃદ્ધ દેવુંમાં છેલ્લા ઘણા વર્ષોથી એકલા જ ગામના સ્માશાનને પોતાનું ઘર માની ચુક્યા છે.આજે દેવુંમાંની ઉંમર ૮૫ વર્ષના છે. જે છેલ્લા ૧૮ વર્ષથી સ્માશાનને જ પોતાનું ઘર માનીને તેની જાળવણી કરી રહયા છે.

દેવુંમાં કાંકરેજ તાલુકાના રવીયાના ગામના રહેવાસી છે. તે છેલ્લા ૧૮ વર્ષથી રવીયાના ગામના સ્માશાનમાં રહી રહયા છે. ગામના લોકો તેમને કહે છે કે તેમને અહીં રહેતા ડર નથી લાગતો.

ત્યારે દેવુંમાં કહે છે કે આમાં વળી શેનો ડર. તેમને આ સ્માશાનમાં ૫૦૦ જેટલા વૃક્ષો વાવીને સ્માશાનમાંની સ્થિતિ જ બદલી દીધી છે. લોકો સ્માશાનના નામે ડરી જતા હોય છે. ત્યાં દેવુંમાં સવાર સાંજ આ સ્માશાનમાંની સાફસફાઈનું કામ કરે છે.

દેવુંમાં માને છે કે આતો આનંદધામ છે. દેવુંમાં ખુબજ સુખી પરિવાર માંથી આવતા હતા.તેમનો ખુબજ સુખી પરિવાર હતો. તેમના પરિવારમાં ચાર સભ્યો હતા. બે દીકરા અને પતિ પત્ની, અચાનક તેમના પતિ ઘર છોડીને ચાલ્યા ગયા.

તો તેમને બે દીકરાનો સહારો હતો અને તેમના બંને દીકરાઓનું પણ મૃત્યુ થઇ જતા. દેવુંમાં પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો અને તેમને પોતાની બધીજ સંપત્તિ છોડીને પોતાનું આખું જીવન સ્માશાનની સેવામાં વિતાવી દીધું.

error: Content is protected !!