આ ભાઈ દિવસે ભટકીને સાંજે ફૂટપાથ ઉપર સૂઈને તેમના દિવસો ટૂંકા કરે છે, કહાની જાણશો તો તમે પણ રડી પડશો…
આપણે જાણીએ છીએ કુદરતના નિયમને જે આ દુનિયામાં આવ્યા છે તેમનું મરવાનું પણ નક્કી જ છે, પણ જેટલા સમય આ દુનિયામાં જીવવાનું છે તેની અંતે પણ આપણે ઘણી મહેનત કરવી પડે છે.
લોકો પોતાનું ગુજરાન ચલાવવાની માટે દિવસ રાતે પેટ ઉપર પાટા બાંધીને સખત મહેનત કરતા હોય છે અને પછી બે ટાઈમનું ખાવાનું ખાય છે. જેમાં આ દુનિયામાં એવા બીજા કેટલાય લોકો છે કે જેમને એક ટાઈમનું ખાવાનું અને સુવા માટે ઘર પણ નથી.
તેવો જ એક કરુણતાનો કિસ્સો સુરત શહેર નો છે અહીંયા એક ભાઈ એવી જ રીતે એક એપાર્ટમેન્ટની બહાર ફૂટપાથ ઉપર રહીને આમતેમ ભટકીને જીવી રહ્યા છે, તેમનું નામ સ્વામિનભાઈ છે તે એક મદ્રાસી છે તેઓ હૈદરાબાદના છે.
તેમના પરિવારમાં તેમનો દીકરો અને દીકરી હતા. દીકરીના લગ્ન કરાવી દીધા અને તે લોકો હાલ ત્યાં જ રહે છે અને આ ભાઈની મદદ કોઈ નથી કરતું. તેઓ હાલ સુરત શહેરમાં આમતેમ રોડ ઉપર રખડે છે અને તેમને કોઈક ખાવનું આપે તો ખાઈ લે છે.
સ્વામિન ભાઈને જયારે પૂછ્યું તો તેઓનું એવું કહેવું છે કે, પહેલા હું કપડાના કારખાનામાં કામ કરતો હતો અને તેવામાં મારા શરીરમાં હાથ અને પગ ઉપર ગુમડા થયા અને તેનાથી મેં કામ બંધ કરી દીધું હતું.
ત્યારબાદ મેં ભીખ માંગવાનું ચાલુ કરી દીધું હતું, જેથી હાલમાં રોડ ઉપર આમતેમ ભટકીને દિવસ આ ગરમીમાં પસાર કરું છું. આ હોટલ વાળા કે બીજું કોઈ ખાવાનું આપે એ ખાઈ લઉં છું.
મારી પાસે મારા દીકરાનો નંબર હતો એ પણ હું જયારે ફૂટપાથ ઉપર સુઈ ગયો હતો ત્યારે પાકીટ ચોરી થઇ ગયું હતું. હાલમાં મારે કોઈ કોન્ટેક્ટ થતો નથી મારા પરિવારની સાથે. દુનિયામાં એવા કેટલાય લોકો છે કે જેમને તેમનું ગુજરાન ચલાવવાની માટે મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.