ગર્ભાશયનું પાણી પી જતા બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો, 108 ના કર્મચારી બાળકી માટે દેવદૂત બનીને આવ્યા બાળકીને મળ્યું નવું જીવનદાન.

આપણે ઘણીવાર એવું જોયું હશે કે કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં હોય અને અચાનક કોઈ વ્યક્તિ દેવદૂત બનીને આવે અને તે વ્યક્તિનો જીવ બચી જાય છે. આવી એક ઘટના આનંદના આંકલાવથી સામે આવી છે. જેમાં એક 108 નો કર્મચારી બાળકી માટે દેવદૂત બનીને આવ્યા અને બાળકીને નવું જીવનદાન આપ્યું. પ્રસુતિ દરમિયાન બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો.

જન્મના પહેલા બાળકી ગર્ભાશયનું પાણી પી ગઈ હતી અને તેથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. પરિવારની ખુશી ઓ પર ચિંતાના વાદળ છવાઈ ગયા હતા. ડોક્ટરો દ્વારા બાળકીને

અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે 108 ને બોલાવવામાં આવી. 108 ના કર્મચારીએ પોતાની સુજ બુજથી બાળકીને CPR અને ઉપકારોનો દ્વારા કુત્રિમ રીતે ઓક્સિજન આપીને બાળકીનો જીવ બચાવ્યો હતો.

બાળકીને એક નવું જીવનદાન મળતા બાળકીના પરિવારે 108 ના કર્મચારીનો ખુબજ આભાર માન્યો હતો. રમીલા બેન ઠાકોરને પ્રસુતિ પીડા થતા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બાળકી જન્મના પહેલા જ બાળકી ગર્ભાશયનું પાણી પી ગઈ હતી માટે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. ડોકટરો દ્વારા તરત જ 108 ને ફોન કરવામાં આવ્યો હતો. બાળકીને 108 ના કર્મચારી દ્વારા એમ્બ્યુલન્સમાં જ કુત્રિમ રીતે ઓક્સિજન આપીને બાળકીનો શ્વાસ પાછો લવાયો હતો અને બાળકીને નવું જીવનદાન અપાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!