શું તમને ખબર છે કે મૃત્યુ પછી માણસનું શું થાય છે ?
લગભગ દુનિયાના બધા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવતો હશે કે મૃત્યુ પછી માણસનું શું થાય છે. ઘણા લોકો એવું માને છે કે મૃત્યુ થયા પછી આત્મા સ્વર્ગમાં જાય છે અથવા તરત જ બીજો જન્મ મળી જાય છે.
આ વાતનો અંદાજો લગાવવો ખુબજ મુશ્કિલ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આત્માનો કોઈ અંત નથી. આત્મા વગર શરીર ખાલી એક પૂતળું છે. શરીર નાશ પામે છે પણ આત્મા કદી નાશ પામતી નથી.
આત્માને તેના પૂર્વ જન્મના કર્મોને આધારે નવો જન્મ મળે છે. મનુષ્યનો જન્મ પણ સારા કર્મોના આધારે મળે છે. એટલે આજે જે પણ માણસો છે તેમને પાછલા જન્મમાં સારા કર્મો કર્યા હશે માટે તેમને મનુષ્ય જન્મ મળ્યો છે. કહેવામાં આવે છે કે મનુષ્ય પોતે જ પોતાના મોક્ષનો દ્વાર ખોલી શકે છે. આત્માને તેના કર્મોના આધારે જ જન્મ મળતો હોય છે.
પૃથ્વી પર રહેલા લોકોએ ભક્તિ સાથે જોડાયેલું રહેવું જોઈએ. જો આત્માને જન્મ અને મરણના ચક્રમાંથી છૂટકારો મેળવવો હોય તો ભક્તિ જ એક રસ્તો છે. આ સાથે તમે ગરીબ લોકોની મદદ કરો છો તો પણ તમને સ્વર્ગ લોકોની પ્રાપ્તિ થાય છે.
મૃત્યુ પછી આત્મા ત્યાર સુધી ભટકતી હોય છે જ્યારે સુધી તેને બીજું શરીર નથી મળતું. આપણે આજે જે જીવન જીવીયે છીએ તેના પરીથી અનુમાન લગાવી શકીએ છીએ કે આપણે પાછલા જન્મમાં કેવા કર્મ કર્યા હશે એટલે જ આપણે રોજિંદા જીવનમાં ભગવાનની ભક્તિ અને ગરીબ લોકોની મદદ કરવી જોઈએ.