શ્રવણ જેવા એક દીકરાએ તેના માતા અને પિતાની યાદમાં સ્મૃતિ મંદિર બનાવ્યું,

આપણે બધા શ્રવણની પૌરાણિક કથા જાણીએ જ છીએ અને તેને તેના અંધ માતા અને પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી હતી જે,એક પૂર્વકાલીન યુગની વાત છે હાલમાં કળિયુગ ચાલી રહ્યો છે અને તેવા લોકો મળવા તે હાલમાં મુશ્કેલ છે

અને તેવામાં એક એવો જ શ્રવણ જેવો કિસ્સો ભરૂચ શહેરનો બહાર આવ્યો છે જે જ્યાં આ દીકરાએ તેની માતા અને પિતાની યાદમાં એક સ્મૃતિ મંદિર બનાવ્યું છે અને ભગવાનની જગ્યાએ માતા અને પિતાની મૂર્તિઓ પણ મુકી છે.

માતાપિતાની ઉપર તેમના બાળકોનો અને બાળકોની ઉપર તેમના માતા પિતાનો એક અનોખો પ્રેમ હોય છે ૪૪ વર્ષના આ ખેડૂતે તેમના સ્વર્ગસ્થ માતાપિતાની યાદમાં એક મંદિર બંધાવ્યું છે અને આ ખેડૂતનું નામ વલ્લભ રોહિત છે અને તે ઈંટ અને ભઠ્ઠાનો ધંધો પણ કરે છે અને આ મંદિર ભરૂચથી અંદાજિત ૫૫ કિમિથી દૂર જંબુસર તાલુકાના ડાભા ગામે આવેલું છે.

જેમાં રોહિતનું એવું કહેવું છે કે,તેના માતાપિતાએ તેમની પરિસ્થિતિ જ્યારે ગરીબીમાં હતી તો તેવામાં તેઓએ સખત મહેનત કરી હતી અને તેઓએ તેમનું જીવન સુધારવાની માટે જેટલું શક્ય હતું તે બધું કર્યું હતું અને તેથી જ આજે મેં મારા માતાપિતાની યાદમાં મારા ગામમાં એક મંદિર બંધાવ્યું પણ છે.

રોહિતે વધુમાં એવું કહ્યું હતું કે,હું એકમાત્ર એવો પુત્ર છું કે જે હમણાં મારા જીવનમાં સારુ કામ કરી રહ્યો છું અને મને મારા માતાપિતાએ શીખવાડેલો પાઠ શીખીને મારુ જીવન જીવી રહ્યો છું અને રોહિતના પિતાનું અવસાન ૨૦૧૬ માં થયું હતું અને તે ૭૮ વર્ષનો હતો અને તેના ૨ વર્ષ પછી જજ તેની માતા જયારે તે ૭૨ વર્ષનો હતો.

અને માતા પિતાના મૃત્યુ પછી રોહિત એવું કંઈક કરવા માંગતો હતો કે જેનાથી બીજા લોકોને પણ એમાંથી એક પાઠ શીખવા મળે અને તેનથી દરેકે દરેક લોકો તેમના માતા અને પિતાનો આદર કરે અને જેથી રોહિતે આ મંદિરની અંદર માતા અને પિતાની મૂર્તિઓ સ્થાપિત કરી હતી.

error: Content is protected !!