સોનુ સુદ અત્યાર સુધી લોકોની રક્ષા કરતા હતા અને આ મહિલાએ સોનુ સુદની રક્ષા કરવા માટે કર્યું એવું કે, તે જાણીને આજુબાજુ ઉભા લોકો પણ રડી પડ્યા…
કોરોનાની બીજી અને ઘાતકી લહેર સમગ્ર દેશમાં પ્રસરી ગઇ છે, આ લહેરે કેટલાય પરિવારોને વેર-વિખેર કરી નાખ્યા છે. તેવા જ સમયે લોકો ઓક્સિજન માટે લોકોને ઘણા વલખા મારવા પડ્યા હતા.
આવી દયનિય પરિસ્થિતિને જોઈને કેટલીક સામાજિક સંસ્થાઓ, લોકો અને સમાજ અગ્રણીઓ પણ આગળ આવ્યા હતા અને જરૂરિયાત મંદોને તેમનાથી થતી મદદ પણ કરી હતી.
તેવામાં છેલ્લા ૧૫ મહિનાથી કોરોનાએ તેનો કહેર દેશમાં વરસાવ્યો છે. તેવામાં સોનુ સુદ ૨૦૨૦ના લોકડાઉન પહેલાથી જ લોકોની મદદ કરતા હતા. ત્યારબાદ એવા કેટલાય ગરીબ લોકો તેમની પાસે મદદ માંગવા ગયા તો પણ તેમની મદદ કરી હતી.
હાલની આ ઘાતકી લહેરમાં પણ સોનુસૂદે ઓક્સિજન પણ જરૂરિયાત મંદોને સમય સર પહોંચાડયા હતા. સોનુ સુદ આવીને આવી રીતે મદદ કરીને લોકો માટે મસીહા બની ગયો છે. તેવામાં હાલમાં એક વિડિઓ નજરે પડ્યો છે જેમાં સોનુ સુદ તેમના ઘરની બહાર ઉભા છે.
તે વખતે કોરોનાના દર્દીઓના સગાને મળ્યો હતો, અને તે જ વખતે એક મહિલાએ સોનુ સુદે રાખડી બાંધી હતી. રાખડી બાંધ્યા બાદ તરત જ તે મહિલા સોનુના પગે લાગવા જય રહી હતી, પણ સોનુ સુદે તરત જ એ મહિલાને રોકી હતી અને કીધું કે બહેન તમે એવું ના કરશો. જેથી એવું સાબિત થાય છે કે, સોનુ સુદ તેમનાથી થતી મદદ તમામ લોકોની કરશે.