સોનુ સુદે મજબુર ખેડૂત પરિવારની દશા જોઈને તેમની એક અનોખી મદદ કરી…

કોરોનાની મહામારીએ સમગ્રદેશમાં હાહાકાર મચાવી દીધો છે, આ પરિસ્થિતિમાં તમામ લોકો આર્થિક રીતે પછડાટ ખાઈ રહ્યા છે. તો કેટલાક ગરીબ લોકોને ખાવાના પણ ફાંફા મારવા પડે છે.

લોકડાઉનના સમયથી કેટલાક લોકો ગરીબ અને લાચાર વ્યક્તિઓની મદદે આવી ગયા છે, તો સોનુ સુદ પણ ગરીબો અને બીમાર વ્યક્તિઓની માટે હાલમાં મસીહા બની ગયા છે.

તેવો જ એક કિસ્સો આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના મદનપલ્લે ગામમાં એક ટામેટાની ખેતી કરતા ખેડૂતનો છે, આ ખેડૂત ટામેટા વાવીને તેની ખેતી કરતો હતો, તેની પાસે બળદ નહતા.

જેથી તે ખેતરને હળ વડે તેની બંને દીકરીઓ આ હાલ ખેંચી રહી હતી, અને આ ખેડૂત આ હલને પાછળથી પકડી રહ્યો હતો અને ખેડૂતની પત્ની પાછળથી ટામેટાના બિયારણ નાખી રહી હતી.

તેને તેની છોકરીઓની પાસે હળ ખેંચાવું પડ્યું હતું કેમ કે તેની પાસે બળદ ભાડેથી લેવાના તેની પાસે પૈસા નથી. તેનો એક વિડિઓ વાયરલ થયો હતો આ વિડિઓ સોનુ સુદ પાસે પહોંચ્યો હતો.

આ વિડિઓ જોતાંની સાથે સોનુ સુદે એવું રીટ્વીટ કરીને લખ્યું હતું કે, આજ સાંજ સુધીમાં તમારી પાસે એક નવું ટ્રેકટર હશે અને તેનાથી તમે જમીન ખેડતા હશો અને એવું જ થયું સાંજ સુધી આ મજબુર ખેડૂત પરિવારની પાસે એક નવું ટ્રેકટર આવી ગયું. આ પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો. સોનુ સુદ આજે દેશમાં ગરીબો અને લાચાર વ્યક્તિઓ માટે મસીહા બની ગયા છે.

error: Content is protected !!