વાવાજોડામાં ફસાયેલા લોકો માટે સોનુ સુદે કર્યું કંઈક આવું, સાથે સાથે કોરોના દર્દીઓ માટે આ મફત સેવા ચાલુ કરી…
લોકો માટે મસીહા બનીને સામે આવેલા સોનુ સુદ પાછલા 1 વર્ષથી લોકોની મદદ કરી રહ્યા છે. 2020 માં લાગેલા લોકડાઉનમાં ફસેલાં પ્રવાસી મજૂરોને સોનુ સુદે ઘરે પહોંચાડ્યા હતા.
એ સમયે ચાલુ કરવામાં આવેલું મદદનું કાર્ય હજી સુધી ચાલુ છે. સોસીયલ મીડિયા દ્વારા હજારો લોકો સોનુ સુદ પાસે મદદ માંગી રહયા છે અને સોનુ તરત જ તેમની મદદ કરી રહ્યાં છે.
અત્યારે સોનુ સુદ લોકો માટે ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાવી રહ્યા છે. હાલ દેશ પર આવેલી આફત એટલે કે તૈકતે વાવાજોડુ ઘણા રાજ્યોમાં અત્યારે તાંડવ મચાવી રહ્યો છે. એવામાં સોનુ સુદે પોતાના ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે
તેમાં થોડા લોકોને અરબી સમુદ્રમાંથી બચાવવામાં આવી રહ્યા છે. સોનુ સુદે સરકારને અપીલ કરી છે કે આવા લોકોને મદદ કરો અને તમારી પાસે જેટલી પણ મશિનનળી છે. તેને કામ લગાડીને આ અમૂલ્ય જીવ બચાવી લો.
વાવજોડા તૈકતેના કારણે ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈ એ કે સોનુ સુદે કોરોના દર્દીઓ માટે એક ખાસ સર્વિસ શરુ કરી છે.
જેમાં કોરોના દર્દીઓને કોઈપણ તકલીફ વગર ઓક્સિજન સિલિન્ડર મળી શકશે. જેના માટે સોનુ સુદે એક નંબર પણ જાહેર કર્યો છે જેના પર કોલ કરીને ઓક્સિજન સિલિન્ડર મેળવી શકાય છે. ખાસ વાત એ છે કે આ સેવા માટે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં નહિ આવે.