હવે સોનુ સુદ આ ૮૦૦ લોકોની મદદ કરવા આગળ આવ્યા, જે પણ લોકો તેમના દરવાજે મદદ માંગવા આવ્યા છે. તે કદી ખાલી હાથ પાછા નથી ગયા.
કોરોના કાળમાં સોનુ સુદની જેટલી તારીફ કરવામાં આવે એટલી ઓછી છે. છેલ્લા એક વર્ષથી તે લોકોની મદદ કરી રહયા છે. દવાઓ અને ઓક્સિજન પહોંચાડીને હજારો લોકોનું જીવન બચાવી ચુક્યા છે
અને હવે તે ફિલ્મોમાં કામ કરતા બેગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ કરવા માટે સામે આવ્યા છે. હાલ અક્ષય કુમાર દ્વારા પણ આ ડાન્સર્સના પરિવારોને 1 મહિનાનું કરિયાણું આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સોનુ સુદે પણ આ ડાન્સર્સને કરિયાણાની કીટો બનાવીને તેમના ઘર સુધી પહોંચાડી છે. ડાન્સર્સના એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે સોનુ સુદે આમારા ડાન્સર્સને કરિયાણું પહોંચાડીને મદદ કરી છે.
જો કે સોનુ સુદ ગયા વર્ષથી લોકોને મદદ કરી રહ્યા છે. અત્યારે કોરોના સંક્રમણના કારણે 200 ડાન્સર્સની જગ્યાએ ફક્ત 20 ડાન્સર્સને જ કામ મળી રહ્યું છે અને હાલતો એ પણ મુશ્કેલ છે.
ડાન્સર્સ અસોસિયનમાં લગભગ 800 મેમ્બર્સ છે. કામ ના મળવાના કારણે આમાંથી ઘણા લોકો વોચમેન, કુરિયર સર્વિસ અથવા શાકની લારી ચલાવવા માટે મજબુર બની ગયા છે.
ઘણા ડાન્સર્સ પાસે તો ખાવા પીવાનો સમાન પણ નથી. આ માટે જ સોનુ સુદ આ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુ સુદ ગયા વર્ષથી દિલ ખોલીને લોકોની મદદ કરી રહ્યા છે. લોકો મદદ માંગવા માટે તેમના ઘરે પણ પહોંચી જાય છે પણ આજ સુધી કોઈ પણ તેમના દરવાજેથી ખાલી હાથ પાછું નથી આવ્યું.