ઓક્સિજન વગર મળતા લોકોની તકલીફને જોઈને સોનુ સુદે ફ્રાન્સથી ઓક્સિજન પ્લાન્ટ જ મંગાવી દીધા, હવે ઓક્સિજન વગર કોઈને મળવા નહિ દઉં.

સોનુ સુદ લોકો માટે અત્યારે હીરો બની ગયા છે. અત્યાર સુધી સોનુ સુદ હજારો લોકોની મદદ કરી ચુક્યા છે અને હજુ પણ ઘણા લોકોની મદદ કરી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોના મૃત્યુ ઓક્સિજનની અછતના કારણે થઇ રહયા છે. એવામાં લોકોની મદદ કરવા અને તેમનો જીવ બચાવવા માટે હવે સોનુ સુદે ફ્રાન્સથી ઓક્સિજન પ્લાન્ટજ મંગાવી દીધા.

આની પહેલા પણ સોનુ સુદે ચીનથી ઓક્સિજન કન્સન્ટ્રેટર મંગાવ્યા હતા. એક બાજુ સરકારને ખબર નથી પડી રહી કે લોકોની કઈ રીતે મદદ કરવી ત્યારે સોનુ સુદ એકલા લોકોની મદદ કરવા દિવસ રાત એક કરી રહયા છે. અત્યારે ભારતમાં સૌથી મોટો પ્રોબ્લેમ ઓક્સિજનનો છે. માટે દેશમાં ઓક્સીજનને અછતને પુરી કરવા માટે ઘણા ઓક્સિજન પ્લાન્ટ મંગાવવામાં આવ્યા છે.

સોનુ સુદે કહ્યું કે હવે કોઈપણ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ નહિ થયા. માટે ઓક્સિજન પ્લાન્ટથી સીધી બોટલ ભરીને મોકલાવવામાં આવશે. સોનુ સુદે જણાવ્યું કે ઓક્સિજન પ્લાન્ટ ફ્રાન્સથી મંગાવવામાં આવી ચુક્યા છે.

જે 10 થી 15 દિવસમાં ભારત આવી જશે. લોકો માટે સોનુ સુદ ભગવાન બની ગયા છે. ગયા વર્ષે તેને જે રીતે પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડ્યા હતા અને હવે લોકોને ઓક્સિજન પહોંચાડવાનું નવું કામ શરુ કર્યું છે.

error: Content is protected !!