સોનુ સુદે આ છોકરીની સામે ચાલીને મદદ કરી અને સાબિત કરી દીધું કે તેમનું દિલ દરિયા જેવડું છે.

સોનુ સુદે ફરી એકવાર સાબિત કર્યું કે સાચેમાં તેમનું દિલ દરિયા જેવું છે. ફરી એકવાર તેમન એક છોકરીની મદદ કરી છે. આ છોકરીનું નામ રેણુ શર્મા છે અને તે મધ્યપ્રદેશના ભિન્ડની રહેવાસી છે.

રેણુ એ તેના પિતા માટે એક વિડીયો બાનવીને મદદ માંગી હતી. સોનુ સુદે રેણુને વિડીયો કોલ કરીને મદદનું આશ્વાશન આપ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

રેણુ ના પિતા ગ્વાલિયરની એક હોસ્પિટલમાં ભરતી છે. તેમને મ્યુકરમાઇકોસિસ થયો છે. તેમની એક આંખ પણ કાઢી લેવામાં આવી છે. પણ હાલ રેણુના પિતાને તેમની સારવાર માટે ઈન્જેકશન નથી મળી રહ્યું. જયારે સોનુ સુદને રેણુના પિતા વિષે ખબર પડી ત્યારે તેમને રેણુ સાથે વિડીયો કોલ કરીને વાત કરી.

રેણુ શર્માએ ૨ દિવસ પહેલા તેમને પોતાનો એક વિડીયો બનાવીને મધ્યપ્રદેશના CM જોડે મદદ માંગી હતી. પણ ત્યાંથી તો કોઈ રિસ્પોન્સ નહિ આવ્યો પણ તેમને સોનુ સુદ પાસે કોઈ પણ પ્રકારની મદદ નહતી માંગી.

પણ સોનુ સુદે આ વિડીયો જોતા જ રેણુ સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને તેમના પિતાની સારવાર માટે જે ઈન્જેકશન જરૂર છે. તે તેમને અપાવવા માટે મદદ કરશે. સોનુ સુદે સામે ચાલીને રેણુની મદદ કરીને સાબિત કર્યું કે તેમનું દિલ દરિયા જેવડું છે.

error: Content is protected !!