સોમનાથ દાદા કોરોનામાં સપડાયેલા લોકોની મદદે આવ્યા…

હાલમાં કોરોનાની મહામારીની વચ્ચે વિકટ પરિસ્થિતિને પહોંચી વરવાની માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગએ સંવેદનશીલતાની સાથે કામ કરી રહ્યા છે. તેવામાં આપણા ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર સોમનાથે ટ્રસ્ટએ કોરોનામાં સપડાયેલા દર્દીઓની સેવા કરવાની માટે નિર્ણય લેવાયો છે.

મળેલી માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટ દ્વારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે ૫૦ લાખ રૂપિયાની ફાળવણી કરી છે. તેની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટ હાઉસના ૭૨ રૂમ કોવીડ કેર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. તેમ જ ૨૦૦ થી વધુ કોરોનાના દર્દીઓને ટિફિન પણ પહોંચાડવામાં આવે છે.

સોમનાથ ટ્રસ્ટ આવી સેવા કીય પ્રવૃતિમાં હંમેશા આગળ જ હોય છે, આ સેવા કાર્યમાં મંદિરના ટ્રસ્ટી અને તેમના મેનેજર તથા બીજો સ્ટાફ તૈનાત જ હોય છે. માહિતી પ્રમાણે જિલ્લા આરોગ્ય કેન્દ્ર સુપરવિઝન હેઠળ આ ઓક્સિજન પ્લાન્ટ ત્રણ અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે.

જેમાં આ પ્લાન્ટ તૈયાર કરવાથી ૫૧ જેટલા સિલિન્ડરો જેટલો ઓક્સિજન મળી શકશે. જેથી તેની આજુબાજુ રહેતા લોકોને આ સેવાનો લાભ મળી રહેશે. કોરોનાના દર્દીઓને સારવારમાં કોઈ તકલીફના પડે તેની માટે કેટલીક સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સરકારની મદદે આવી ગઈ છે.

error: Content is protected !!