જામનગરમાં મુખ્યમંત્રી પોતેજ સોસીયલ ડીસ્ટન્સનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા ?
આખા વિશ્વમાં કોરોના વાઇરસની બીજી લહેરથી લોકો ખુબજ પરેશાન થઇ રહ્યા છે.આ બીજી લહેર સામાન્ય લોકોના જીવન પર ખુબજ અસર કરી રહી છે.અને કેટલાય પરિવારના લોકો અત્યાર સુધી કોરોનાની બીજી લહેરએ ઘણા લોકોનો જીવ લીધો છે.અને ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે.તેથી આરોગ્ય વિભાગ ઉપર કામ કરવાનું દબાણ વધી ગયું છે.
ત્યારે આવી પરિસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે જામનગર પોહચ્યાં હતા.અને કોરોના દર્દીઓના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી.અને દર્દીઓના પરિવાર સાથે બેસીને તેમની સાથે વાતચિત કરી હતી,
પણ આવી પરિસ્થિતિમાં વિજય રૂપાણીએ જાતેજ સોસીયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.અને દર્દીઓના પરિવારના લોકો સાથે વાતચિત કરવા અને તેમનો હાલચાલ પૂછવા માટે તેમની સાથે બેસી ગયા હતા અને કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.
સરકાર એકબાજુ તો સોસીયલ સિસ્ટન્સનું પાલન કરવા માટે લોકોને વિનંતી કરી રહી છે.અને ગઈકાલે જામનગરની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી જાતે જ સોસીયલ સિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા.તો જામનગરની એક હોસ્પિટલની મુલાકાતે ગયા હતા અને ત્યાં હોસ્પિટલની બહાર બેસેલા દર્દીના પરિવારના લોકોને સાથે બેસીને વાત કરતા નજરે પડ્યા હતા.