સ્મશાનની બહાર પોલીસ વાળા શા માટે આપી રહ્યા છે ચોકી ?
ગુજરાતની સ્થિતિ હાલમાં ખુબ જ કેટલી બની ગઈ છે અને તેમાં કેટલાય લોકો કોરોનાથી સંક્રમિત પણ થયા છે અને કેટલાય લોકોએ તેમનો જીવ પણ ગુમાવ્યો છે જેથી કરીને ગુજરાત સરકારે કેટલીક ગાઇડલાઇન પણ જારી કરી છે.
હાલમાં ગુજરાતની સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ છે કે જેનાથી સરકાર હાલમાં કોરોનાગ્રસ્તોને સારી રીતે સારવાર મળી રહે તેની માટે સરકાર હાલ કેટલાક અગત્યના પગલાં પણ લઇ રહી છે.
ગુજરાતના સુરત શહેરની સ્થિતિ હાલમાં ખુબ જ કથળી બની ગઈ છે અને કોરોનાથી કેટલાક લોકોના મૃત્યુ પણ થઇ જાય છે અને એમાં સુરતમાં હાલમાં નવું કૈલાસ મોક્ષ ધામ,અડાલજમાં બન્યું છે
અને તેમાં આ સ્મશાનમાં મૃત દેહોને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે.અને આ મોક્ષધામની બહાર સુરત મહાનગર પાલિકાની બાજુએથી સિકયુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે અને એવું શા માટે કરવામાં આવ્યું છે તે હજુ સુધી ખબર નથી પડી.
અહીંયા સ્મશાનના ગેટની બહાર આ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે અને તેની સાથે સાથે આ સ્મશાનની અંદર એક પડદો લગાડવામાં આવ્યો છે અને તેની પાછળ મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે,અને તેની પાછળ કંઈક ને કંઈક રહસ્ય છે શા માટે આ સ્મશાનમાં પડદા લગાડવામાં આવ્યા છે અને આવી રીતે ચોકીદારો મુકવામાં આવ્યા છે.
અશ્વિની કુમાર સ્મશાનની ભઠ્ઠીઓ રિપેરિંગમાં હોવાથી અહીંયા મૃતદેહોને અગ્નિ સંસ્કાર અહીંયા કરવામાં આવે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે આ સ્મશાનએ છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હતું અને તે હાલમાં થોડા દિવસોથી ચાલુ કરવામાં આવ્યું છે.
જયારે આ સ્મશાનની દેખરેખ કરનારા ભાઈને પૂછવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું હતું કે આ પડદા લગાડવાનો હેતુ એવું છે કે,લોકોની તકેદારીના ભાગરૂપે આ પડદા લગાડવામાં આવ્યા છે.