શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી કરોડપતિ બનવાનું વરદાન આપશે.
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામા આવે છે. શુક્રવારના દિવસે જો આ ઉપાયો કરવામાં આવે તો માતા લક્ષ્મી ખુબજ પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી પૈસા સબંધિત જે પણ તકલીફો ચાલી રહી છે તે બધી સમાપ્ત થઇ જશે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને ઘીનો દીવો કરવો ખુબજ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજામાં સરસોના તેલનો દીવો કયારેય ન કરો.
દર શુક્રવારની સાંજે માતા લક્ષ્મીને ચારમુખી દીવો કરો આ ઉપાયથી માતા લક્ષ્મી તમારા પર ખુબજ પ્રસન્ન થશે અને પોતાની તકલીફો વિષે માતા લક્ષ્મીને પ્રાર્થના કરો. શુક્રવારના દિવસે એક લાલ કપડામાં થોડું મીઠું મુકો અને એ કપડાંની એક પોટલી બનાવવાની છે.
આના પછી તમારે તમારા ઘરમાં એક સરસોનો દીવો કરવાનો છે. અને પછી મીઠાની પોટલીને આ દીવો પરથી 21 વાર વારી લો અને તે પોટલીને ઘરના બધા રૂમમાં ફેરવો અને પછી તે પોટલીને દરવાજા પાર બાંધી દો અને આ પોટલીને દર મહિને બદલી નાખો આ ઉપાયથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જશે.
શુક્રવારના દિવસે કોઈ સુગંધિત વસ્તુનું દાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પીળી મીઠાઈ અને ખીરની ભોગ ચઢાવવો ખુબજ શુભ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે કુંવારી કન્યાઓને ઘરે ભોજન કરાવવું ખુબજ શુભ માનવામાં આવે છે.