શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માં લક્ષ્મી તમારા પર પ્રસન થશે અને માલામાલ થઇ જશો.
શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો આરાધનાનો દિવસ માનવામાં આવે છે. શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ધન સબંધિત બધી તકલીફો દૂર થાય છે. મીઠાને શુક્ર ગ્રહનું કારક માનવામાં આવે છે. શુક્રવારના દિવસે પોતાના ઘરના કોઈપણ ખૂણામાં મીઠાનો ડબ્બો ભરીને મુકવાથી ઘરમાં ધન સબંધિત બધી તકલીફો દૂર થાય છે.
શુક્રવારના દિવસે ગાયને ઘાસ સાથે થોડું મીઠી ખવડાવવાથી ખુબજ ફાયદા થાય છે. આ ઉપાય કરવાથી પણ માં લક્ષ્મી ખુબજ પ્રશન્ન થાય છે અને શુક્ર મજબૂત થાય છે. શુક્રવારના દિવસે
ભગવાન વિષ્ણુનો શંખમાં પાણી ભરીને અભિષેક કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારી ધન સબંધી બધી તકલીફોને દૂર કરે છે. શુક્રવારના દિવસે સાંજે ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો કરવાથી ખુબજ શુભ પરિણામ મળે છે.
શુક્રવારના દિવસે 3 કુંવારી છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવો અને તેમને વસ્ત્ર ભેટમાં આપો આ ઉપાય કરવાથી માં લક્ષ્મી તમારા પર જલ્દી પ્રસન્ન થશે. શુક્રવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને અન્ન અથવા વસ્ત્ર દાન કરવાથી માતા લક્ષ્મી ખુબજ પ્રસન્ન થાય છે. શુક્રવારના દિવસે સફેદ વસ્તુ દાન કરવી ખુબજ શુભ માનવામાં આવે છે.