શુક્રવારના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય. કરોડપતિ બની જશો.
શુક્રવારનો દિવસ માં લક્ષ્મીની આરાધનાનો દિવસ હોય છે. જો તમે નોકરી ધંધો કરો છે અને તેમ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ.
આજે અમે તમને એવા ઉપાયો વિષે જાણવા જઈ રહયા છીએ કે તેને કરવાથી તમારી ગરીબી દૂર થઇ શકે છે. શુક્રવારના દિવસે તેલમાં લવિંગ નાખીને હનુમાન દાદાની આરતી કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાય કરવાથી માં લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થશે.
શુક્રવારની સાંજે પીપળાના ઝાડ નીચે દીવો કરીને ઘરે પાછા આવી જવાનું છે. ઘરે પાછા ફરતા એક વસ્તુનું ધ્યાન રાખો કે પાછાર ફરીને ના જોવો આ ઉપાયથી માં લક્ષ્મી તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે અને ઘર માંથી ગરીબી દૂર થશે. શુક્રવારના દિવસે નાહવાના પાણીમાં થોડું દૂધ ઉમેરીને સ્નાન કરવું જોઈએ આ ઉપાય તમારા માટે ખુબજ ફાયદાકારક સાબિત થશે.
જો તમારા ઘરે તુલસીનો છોડ હોય તો તેને દરરોજ પાણી ચઢાવો અને તુલસીની સામે દીવો પણ કરો તેમનાથી પણ તમારી ઘરની બધી તકલીફો દૂર થશે. શુક્રવારના દિવસે માછલીઓને લોટની ગોરીઓ ખવડાવો એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આ ઉપાય કરવાથી ઘરની બધી તકલીફો દૂર થાય છે.