જો તમને વારંવાર તરસ લાગે છે, તો આ એક ગંભીર રોગ થવા પહેલાની ઘંટડી પણ હોઈ શકે છે…

તરસએ દરેકે દરેક વ્યક્તિઓને લગતી હોય છે, અને તેની માટે પાણી પીવું એ ખુબ જ સારી વસ્તુ છે. જો કેટલીક વખત આપણે એટલા તરસ્યા હોઈએ છીએ કે આપણે જરૂરિયાત કરતા વધારે પાણી પીએ છીએ.

જો તમને પણ કોઈ વખતે સામાન્ય કરતા વધુ તરસ લાગે તો તે ચેતવણીની ઘંટડી પણ હોઈ શકે છે. જ્યારે તમે વારંવાર અને વધુ પાણી પીતા હોવ છો તેવામાં તે કોઈ એક ગંભીર રોગના સંકેત પણ હોઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વ્યક્તિને દરરોજ ૨ થી ૩ લિટર પાણી પીવું જોઈએ.

તેમાં પણ કોઈક વખતે જ્યારે આપણે વધુ કામ કરીએ છીએ તો અથવા ગરમીનું સ્તર વધુ હોય છે તો પણ આપણે વધુ પાણી પીવાની જરૂર પડે છે. પણ સામાન્ય કરતા જો વારંવાર તરસ અથવા વધુ પાણી પીવું પડતું હોય તો તે પણ તમને રોગ તરફ દોરી શકે છે.

જે પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતા વધુ પાણી પીવું પડતું હોય છે તેવામાં તમારા શરીરમાં સોડિયમનો અભાવ પણ હોઈ શકે છે, અને તેવામાં તમને ઊભક અને ઉલ્ટી જેવા લક્ષણો પણ થઇ શકે છે. તેની સાથે સાથે વધુ પાણી પીવાથી તમને સામાન્ય કરતાં વધુ વખતે પેશાબ પણ કરવો પડે છે.

બીજું કારણ ડિહાઇડ્રેશન પણ હોઈ શકે છે, ડિહાઇડ્રેશન થવાથી પણ તમને વધુ તરસનો લાગી હોય તેવું લાગે છે. આપણા શરીરમાં પાણીની અછત થવાથી આ ડિહાઇડ્રેશન થાય છે.

ડિહાઇડ્રેશન ફૂડ પોઇઝનિંગ, હીટવેવ, ઝાડા, ચેપ, તાવ અથવા બર્નિંગને કારણે પણ થઈ શકે છે. આવા રોગને શરીરમાંથી દૂર કરવા માટે સમયસર યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ. જો તમને વારંવાર તરસ લગતી હોય તો, તે ડાયાબિટીસનું કારણ પણ હોઈ શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ હોય છે ત્યારે તેના લોહીમાં સુગરનું લેવલ વધે છે. જેને લઈને કિડની તેની ક્ષમતા પ્રમાણે વારંવાર પેશાબ સાથે વધારાની સુગરને બહાર નિકારી દે છે. જેથી કરીને તમને વારંવાર પેશાબ આવે છે અને તેથી તમને વધુ તરસ લાગે છે.

જો તમને વારંવાર તરસ લગતી હોય તો તે સમસ્યાને દૂર કરવા માટે તમે થોડું થોડું પાણી પી શકો છો. જ્યારે તમે તરસ્યા હો ત્યારે એકદમ પાણી ના પીવું જોઈએ. તમને જ્યારે પણ તરસ લાગે ત્યારે થોડુંક જ પાણી પીવો.

તેના સિવાય તમે મધ અને આમળાના પાવડરનું મિશ્રણ પણ ખાઈ શકો છો જેથી કરીને તમારી વારંવારની તરસની સમસ્યામાં પણ છુટકારો મળી જશે. બીજો ઉપાય એ છે કે,પલાળીને વરિયાળી પીસીને ખાવાથી પણ ફાયદો થઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!