હાલમાં જનતા સરકારની ઉપર રોષે ભરાઈ છે, હવે તો કોઈને પણ વોટ નઈ આપીએ…
દેશભરમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવી દીધી છે અને તેનાથી હાલ સમગ્ર હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા. દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ નથી મળી રહ્યો જેથી દર્દીના પરિવારજનો પણ તેમની રીતે ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છે.
તેની વચ્ચે દિલ્હીમાં પણ લોકોને આવી જ મોટી તકલીફ પડી રહી છે અને ત્યાં લોકો હેરાન થઇ રહ્યા છે. જેનાથી લોકોને સરકારની બાજુએથી ઓછો સહકાર મળી રહ્યો છે, અને કોરોનાના પગલે કોઈ ખાસ પગલાં નથી લેવામાં આવી રહ્યા. જેથી દિલ્હીના લોકો હાલ ખુબ જ રોષે ભરાયા છે અને તેઓ એવું કહી રહ્યા છે કે, સરકાર તમે દવા આપી શકો તો આપો પણ તમને આ વખતે કોઈ વોટ નઈ આપે. અમે લોકો કેટલા પૈસા ખર્ચ કરી રહ્યા છીએ અને અમારી બાજુએ સરકાર નથી જોઈ રહી.
આ દર્દીઓના પરિવારજનો એવું જણાવી રહ્યા છે કે, ના તો સીએમ સાહેબ અને પીએમ સાહેબ કઈ કરતા નથી. હાલમાં રેમડેસીવીર ઇન્જેક્શન લેવા જઈએ તો પણ ૩૫૦૦૦ રૂપિયા માંગે છે,
હોસ્પિટલોમાં પણ કોઈ બેડ ખાલી નથી એવા બોર્ડ લગાવી દીધા છે. અમે જઈએ તો કોની પાસે જઈએ અને એની માટે સરકાર કઈ કેમ ખાસ પગલાં નથી લઇ રહી. અમારા દર્દીને અમે કઈ રીતે મરવા દઈએ આમ બધી વાત કરીને દિલ્હીમાં દર્દીના પરિવારજનો તેમનો રોષ ઠાલવી રહ્યા છે.
દર્દીના પરિવારના લોકોને ઓક્સિજન માટે હોસ્પિટલો હાલ મોકલી રહી છે અને તેથી આ લોકોએ ઓક્સિજનની બોટલો લેવા માટે આમ તેમ રખડવું પડે છે. સરકાર આની માટે કઈ કરે અને લોકોને મરતા બચાવે.