કોરોનાની રસી લેનાર વ્યક્તિને આ બેન્ક વધારે વ્યાજ દર આપી રહી છે, શું તમારું ખાતું છે આ બેંકમાં ?

કોરોનાએ હાલમાં સમગ્ર દેશમાં મોટો ઉથલો માર્યો છે અને તેમાં કેટલાક લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ પણ થાય છે અને તેની વચ્ચે સરકારે કેટલાક કડક પગલાં પણ લીધા છે જેમાં લોકોને માસ્ક વગર અને કામ વગર બહાર ના નીકરવાની માટે અરજ પણ કરી રહી છે.

સરકારે અને આપણા ગુજરાતની કેટલીક મોટી કંપનીઓએ કોરોનાની રસી પણ બનાવી લીધી છે જેની માટે સરકાર ગુજરાત સહીત તમામ લોકોને જલ્દીથી આ કોરોનાની રસી લઇ શકે તેની માટે મોટા કેમ્પો અને ગુજરાતના અલગ-અલગ ગામોમાં જઈને લોકો સુધી આ રસી પહોંચાડે છે.

તેમ જ શહેરી વિસ્તારમાં પણ સરકાર તેમનાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો પણ કરી રહી છે,તો તેની સામે કેટલાક લોકો આ કોરોનાની રસી લેવાની માટે મનાઈ પણ કરી રહ્યા છે.

જે લોકો આ રસી લેવાની મનાઇ કરી રહ્યા છે આ રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કરવાની માટે સરકાર અને તંત્રએ એક મોટી જાહેરાત પણ કરી છે.જેમાં,લોકો વધુને વધુ પ્રમાણમાં આ રસીકરણનો લાભ લે તેની માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ એક યુક્તિ અજમાવી છે અને તેમાં જે લોકોએ આ વેક્સિનેશનનો લાભ લીધો છે તે વ્યક્તિને સામાન્ય વ્યક્તિની કરતા ૦.૨૫ % જેટલો વધુ વ્યાજ દર મળશે.

આ સ્કીમએ માત્ર ૧૧૧૧ દિવસ માટેના રોકાણની છે અને તેમાં જ આ ફાયદો થઇ શકશે અને આમાં સિનિયર સીટીઝનને ૦.૨૫ % + ૦.૨૫ % એટલે ૦.૫૦% વધારે વ્યાજ મળશે અને તેનો ઉદ્દેશ માત્રએ જ છે કે આ વેક્સિનેશનનો ફાયદો જનતા વધારે પ્રમાણમાં લઇ શકે અને આ ઓફરએ થોડાક જ સમય માટે સીમિત છે.

error: Content is protected !!