શું રાત્રી કર્ફ્યુ હટવા જઈ રહ્યું છે ? આ અંગે પ્રદીપ સિંહ જાડેજાએ આપ્યું મોટું નિવેદન.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ રાત્રી કર્ફ્યુ ને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાત્રી કરફ્યુના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. સાથે સાથે ધંધામાં કેટલીક બાંધ છોડ કરવી

એ પણ નક્કી કરવામાં આવશે. જેતે જિલ્લા અને મોટા શહેરોની પરિસ્થિતિને જોઈને રાત્રી કરફ્યુના છૂટનો નિર્ણય લેવામાં આવશે આવું ગુહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું.

પ્રદીપ સિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જ્યાર સુધી કોરોના કેસોમાં ઘટાડો નહિ થાય અને જ્યાર સુધી પરિસ્થિતિ કાબુમાં ન આવી જાય ત્યાર સુધી કેન્દ્ર દ્વારા જે નિયમો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમનું ગુજરાત સરકાર પાલન કરશે. જયારે પણ આ પ્રતિબંધોની અવધિ પુરી થશે ત્યારે જેતે જગ્યાની પરિસ્થિતિ જોઈને છૂટછાટ આપવામાં આવશે.

જયારે પણ આ પ્રતિબંધોની છેલ્લી તારીખ આવશે ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટીની બેઠકમાં રાત્રી કરફ્યુ ઘટાડવું અને ધન્ધામાં કેટલી છૂટછાટ આપવી એના વિષે નિર્ણય લેવામાં આવશે. એ સમયે જેવી પરિસ્થિતિ હશે તેને અનુરૂપ નિર્ણય લેવામાં આવશે.

error: Content is protected !!