શું હવે આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવશે ? દેશની મોટી કમિટીએ લોકડાઉન લગાવવાની કરી અપીલ પણ શું મોદી માનશે
ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અનેક લોકો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને હોસ્પિટલોમાં યોગ્ય સારવાર નથી મળી રહી. સારવારના અભાવે અનેક લોકોના મૃત્યુ થયા હોવાની અનેક ફરિયાદો સામે આવી છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા કોરોના માટે બનાવાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા ભારત સરકારને લોકડાઉન લગાવવાના આકળા સંદેશો આપી ચુકી છે. આ ટાસ્ક ફોર્સમાં દેશના મોટા મોટા ડોક્ટરો અને રિસર્ચરો સભ્યો છે.
દેશના મોટા મોટા ડોકટરો પણ સરકાને લોકડાઉન લગાવવા અંગે નિર્દશો આપી ચૂકયા છે. તેમને હાલ વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અનેક વખત બેઠકો કરી કરી હતી. મળતી માહિતી અનુસાર ટાસ્ક ફોર્સે છેલ્લા અઠવાડિયામાં સરકારને અનેક રીતે કહેવાનો પ્રયાસ કર્યો છે કે દેશમાં લોકડાઉન લગાવવાની ખુબજ જરૂર છે.
આ કમિટીએ જણાવ્યું કે હાલ દેશમાં આપણે જે પ્રતિબંધો લગાવી રહયા છે તેના કરતા એક રાષ્ટ્રીય લોકડાઉન લગાવવું જોઈએ કારણ કે કોરોના વાઇરસ આખા દેશમાં ફેલાઈ રહયો છે
એના માટે કોઈ કડક પગલાં લેવા અનિવાર્ય છે નહી તો ખુબજ મોડું થઇ જશે. આ પહેલા ગુજરાતની હાઈકોર્ટ પણ ગુજરાત સરકારને લોકડાઉન લગાવવા અંગે નિર્દેશ આપી ચુકી છે પણ સરકાર કેમ લોકડાઉન નથી લગાવી રહી?