આ મહિલા પોતાના નવજાત બાળકની સારવાર માટે દર દર ભટકતી રહી, એક હાથમાં બાળક અને એક હાથમાં ગ્લુકોઝની બોટલ પકડવા મજબુર, શું આજ છે ભારતની સ્વાસ્થ સેવા ઓ?
આ ફોટો ભારતની સ્વાસ્થ સેવાઓની પોળ ખોલી રહ્યો છે. એક માં એક હાથમાં પોતાના બાળકને પકડી રહી છે ત્યારે બીજા હાથમાં ગ્લુકોજની બોટલ પકડી રહી છે. પોતાના બાળકની તબિયત બગડતા આ માં જિલ્લા સિવિલ હોસ્પિટલમાં બઉ આશાએ આવી હતી પણ તેને અહીં આવીને નિરાશા જ હાથ લાગી અને ઘરે પાછી જવા મજબુર થઇ ગઈ.
આ મહિલા પોતાના બાળકની તબિયત બગડતા જિલ્લા સિવિલ હોસ્પિટલમાં લઈને આવી હતી. મહિલાએ પોતાના બાળકને દાખલ કરાવા માટે કાઉન્ટર પર રસીદ પણ ફડાવી લીધી હતી.
પણ અહીંની એક નર્સે આ બાળકને દાખલ કરવા માટે ના પડી દીધી હતી. જયારે આ મહિલાનો વિડીયો વાઇરલ થયો એટલે બધા અધિકારીઓના હોશ ઉડી ગયા અને ઘટનાની તપાસે લાગ્યા.
આ ઘટના મધ્યપ્રદેશની છે. જ્યાં હોસ્પિટલ તંત્રએ બીમાર નાના બાળકને સારવાર માટે દાખલ કરવાની ના પાડી દીધી હતી ત્યારે આ મહિલા એક હાથ માં પોતાના બાળક અને બીજા હાથમાં ગ્લુકોજની બોટલ પકડવા માટે મજબુર બની ગઈ
આ ઘટના મધ્યપ્રદેશ અને સાથે સાથે દેશની સ્વાસ્થ સેવાની પોલ ખોલવા માટે પૂરતો છે. આ ઘટના વિષે જયારે અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તે કહેવા લાગ્યા કે અમે તપાસ કરાવી રહયા છીએ જે દોશી હશે તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.