ધોરણ 10 ના વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન ?

કોરોનાની બીજી લહેરની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવા અને માસ પ્રમોશન આપવાની હાઈકોર્ટમાં એક PIL રજુ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના આંતરિક ગુણના આધારે પરિણામ જાહેર કરીને પાસ કરી દેવાની માંગ કરાઈ છે. અરજદાર દ્વારા CBSC , ICSE અને બીજા સાત રાજ્યોમાં ધોરણ 10 ની પરીક્ષા રદ કરી હોવાની દલીલ હાઈકોર્ટ સામે કરાઈ છે.

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 10 ની પરીક્ષા લેવી એ વિદ્યાર્થીઓ માટે ખુબજ ઘાતકી સાબિત થઇ શકે છે માટે હાઈકૉર્ટમાં એક PIL રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે.

જેમાં જણાવાયું છે કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું તેમના આંતરિક ગુણોના આધારે પરિમાણ જાહેર કરીને માસ પ્રમોશન આપવામાં આવે.

ગઈકાલે જાહેરહિત માટે હાઈકૉર્ટમાં PIL રજુ કરવામાં આવી છે. આ PIL ની સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. PIL માં રજૂઆત કરવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરે દેશ ભરમાં હાહાકાર મચાવ્યો છે.

જેના લીધે જન જીવન પર ભારે અસર પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યા છે. જોકે સ્થિતિ હજુ ખરાબ જ છે. આવી સ્થિતિમાં જો ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવે તો તે લાખો લોકોના જીવને ખતરામા નાખી શકે છે.

error: Content is protected !!