બનાસકાંઠામાં આવેલું છે ચમત્કારિક હનુમાન મંદિર કે જ્યાં ૭૦૦ વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે શ્રીફળ પહાડ. પણ કેમ?

આજે અમે તમને હનુમાન દાદાના એક એવા મંદિર વિષે જણાવીશું કે જે મંદિર માં છે શ્રીફળનો મોટો પહાડ. આ શ્રી ફળનો પહાડ છેલ્લા 700 વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે.

આ મંદિર બનાસકાંઠાના લાખની ની નજીક આવેલું ગેળા ગામમાં આવેલું છે. માનવામાં આવે છે કે 700 વર્ષ પહેલા ખીજડાના વૃક્ષ નીચે હનુમાન દાદાની મૂર્તિ આપો આપ પ્રગટ થઇ હતી. ત્યારથી લોકો સ્વયંભૂ હનુમાન દાદાની પૂજા કરી રહ્યાં છે.

આ મંદિર નથી પણ ખીજડાના વૃક્ષ નીચે જ મૂર્તિ છે અને તેની ઉપર પત્રાનો શેડ મારવામાં આવ્યો છે. આ મંદિરનું નામ છે શ્રીફળ મંદિર. કારણ કે અહીં શ્રીફળ છુટ્ટુ મુકવાનો રિવાજ છે.

જેના કારણે અત્યારે શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે. ગામ લોકોનું કહેવું છે કે તેમને ઘણી વાર હનુમાન દાદા પાસે મંદિર બાંધવાની મંજૂરી માંગી પણ દાદાએ મંજૂરી આપી નહિ.

તેથી 700 વર્ષ પછી પણ આજ દિન સુધી મંદિર બાંધવામાં આવ્યું નથી. આ મંદિરમાં શ્રી ફળને એમ જ ચઢાવવામાં આવે છે. માટે 700 વર્ષથી અહીં છુટ્ટા શ્રીફળ ચઢાવવામાં આવતા હોવાથી આજે શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે.

જે પણ ભક્તોની માનતા પુરી થાય છે તે ભક્તો અહીં આવે છે અને આ પહાડ પર શ્રીફળ ફેંકે છે. આજ પરમ્પરાને કારણે છેલ્લા 700 વર્ષમાં શ્રીફળનો મોટો પહાડ બની ગયો છે. આ શ્રીફળ માંથી એક પણ શ્રીફળ લઈ શકાતું નથી આજ દિન સુધી અહીં એકપણ શ્રીફળ બગડ્યું નથી કે નથી તેમાંથી ગંધ આવતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!