ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે કરો આ ઉપાય.

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા ખુબજ સરળ છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. પુરાણો અને શાસ્ત્રોમાં પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

જે ઉપાયોને કરીને ભગવાન શિવનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે તમને કેટલા સરળ ઉપાયો જણાવવા જઈ રહયા છી એ કે તેને કરીને તમે ભગવાન શિવને પ્રસન્ન કરી શકો છો.

સોમવારના દિવસે એક ઘીનો દીવો તૈયાર કરીને તેની અંદર એક લવિંગનો ટુકડો મૂકી દો અને ભગવાન શિવને તમારી આર્થિક સમસ્યા દૂર કરવા માટે પ્રાર્થના કરો આ ઉપાય કરવાથી તમારી બધી આર્થિક તકલીફો દૂર થઇ જશે. સોમવારના દિવસે કોઈ પણ શિવ મંદિરમાં જઈને શિવ ચાલીસાનો પાઠ કરો આ ઉપાય કરવાથી તમારી બધી તકલીફો દૂર થઇ જશે.

સોમવારના દિવસે બીલી પત્ર પર સફેદ ચંદનનો તિલક લગાવીને શિવલિંગ પર ચઢાવવાથી તમારી બધી મનોકામના પુરી થઇ જશે. સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવો તમે જયારે પણ આ દૂધ ચઢાવો એક વસ્તુનું ધ્યાન રાખો કે આ દૂધ તાંબાના લોટમાં લઈને જાઓ અને આ દૂધને તમારા ધંધાના ક્ષેત્ર પર જઈને છાંટી દો આ ઉપાયથી તમારા જીવનમાં ખુબજ પ્રગતિ જોવા મળશે.

error: Content is protected !!