સુરતના શ્રમિક પરિવારોને સરકારની ઉપર ભરોસો નથી, અને તેથી જ તેઓ તેમના વતનમાં પાછા જઈ રહ્યા છે.
કોરોનાની મહામારીની વચ્ચે કેટલાય લોકોની સ્થિતિ બહુ જ ખરાબ થઇ ગઈ છે અને તેની કેટલાય લોકોના મોત પણ થયા છે,દવાખાના પણ ઉભરાઈ રહ્યા છે અને કોરોનાથી કેટલાય લોકોના મોત પણ થાય છે અને હાલમાં સુરત શહેરની સ્થિતિ વધારે કથળી બની ગઈ છે અને તેનાથી ત્યાંના શ્રમિક વર્ગો પણ સુરત શહેર છોડીને તેમના વતનમાં પાછા જઈ રહ્યા છે.
આપણે જાણીએ છીએ કે કોરોનાએ ફરી વાર ઉથલો માર્યો છે અને તેની વચ્ચે કેટલાક લોકોના મોત પણ થઇ ગયા છે એટલે ગુજરાત સરકારે કેટલીક કડક ગાઇડલાઇન પણ જારી કરી છે
અને આ ગાઇડલાઇનને કારણે સુરત શહેરના શ્રમિક વર્ગના લોકો હવે સુરત છોડીને પલાયન થઇ રહ્યા છે તેઓની ભારે ભીડ પણ જોવા મળી હતી સુરતના રેલવે સ્ટેશનમાં અને જેથી કરીને લોકો હવે સુરત છોડી રહ્યા છે.
આ વર્ગને એવું લાગી રહ્યું છે કે,સરકારે ભલેને એવું સ્પષ્ટ કર્યું છે ગુજરાતમાં લોકડાઉન નઈ થાય તો પણ આ લોકોને સરકારની વાત પણ ભરોસો નથી અને જેથી કરીને આ લોકો ગુજરાત છોડીને તેમના વતનમાં પાછા જઈ રહ્યા છે.
તેમને એવું લાગી રહ્યું છે કે સુરતમાં અને ગુજરાતમાં લોકડાઉન થઇ જશે અને આપણે અહીંયા અટવાઈ જઈશું જેથી કરીને આ ખૌફને કારણે તેઓ ગુજરાત છોડી રહ્યા છે અને તેમના વતન પણ પાછા જઈ રહ્યા છે.
જેમાં સુરતના રેલવે પ્લેટફોર્મ પણ ઉભરાઈ રહ્યા છે જેથી આ શ્રમિક વર્ગ તેમના પોતપોતાના વતનમાં જવાની માટે ભારે ભીડ જોવા મળી રહી છે.