જો શરદી ન થવા દેવી હોય તો ફક્ત એકવાર આ વનસ્પતિનો ઉપયોગ કરી લો.
આજે અમે એક એવી વનસ્પતિનો પરિચય લઈને આવ્યા છીએ કે જો તમને શરદી થઇ હશે તો તમને ઉપયોગી અને તમારાએ શરદી થતી રોકવી હોય તો પણ તમને ખુબજ ઉપયોગી થશે.
આ વનસ્પતિ આપણા શરીર માટે જરાય ગરમ નથી અને શરદીને આપણા શરીર માંથી જડમૂળથી ખતમ કરી દેશે. આ વનસ્પતિને ગુજરાતીમાં લોકો સુગંધી અથવા લીલી ચા અને અંગ્રેજીમાં લેમન ગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે.
આ વનસ્પતિનો થોડો રસ કાઢીલો અને આ રસને તડકામાં થોડીવાર સુકવી દો એટલે એમાંથી પાણી પાણી સુકાઈ જશે અને ગટ્ટ પદાર્થ રહી જશે એમાં થોડું મીઠું અને અજમાનો પાઉડર નાખો પછી આની નાની નાની ગોરીઓ બનાવી દો. જયારે પણ કોઈને પેટમાં દુઃખાય એટલે આ ગોરી આપી દો એનાથી ખુબજ ફાયદો થશે.
જો તમારા ઘરમાં બઉ મચ્છર થઇ ગયા છે અને તમે તેમના થી ખુબજ પરેશાન છો તો ઘરમાં આ વનસ્પતિનો ધુમાડો કરો. શરદીથી છુટકારો મેળવવા માટે તપેલીમાં એક ગ્લાસ પાણી લો અને તેના લેમનગ્રાસના થોડા ટુકડા સાથે થોડું આદુ અને ફુદીનો નાખો અને આ પાણી દિવસમાં એકવાર જરૂરથી પીવો આનાથી તમને ગમે તેવી શરદીથી છુટકારો મળશે.