જીવનની બધી તકલીફો દૂર કરવા માટે શનિવારના દિવસે આ ઉપાય કરો.

શનિવારનો દિવસ હનુમાન દાદા અને શનિદેવને સમર્પિત હોય છે. આજે અમે તમને શનિવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિષે જણાવીશું જેને કરવાથી તમારા બંધ નસીબના તાળા ખુલી જશે.

શનિવારના દિવસે કાળા કુતરા અને કાળી ગાયને રોટલી ખવડાવવી જોઈએ આ ઉપાય કરવાથી જીવનમાં આવતી તકલીફો દૂર થઇ જાય છે. શનિવારના દિવસે તેલથી બનેલી કોઈ વસ્તુ ગરીબને ખવડાવવાથી શનિદેવ ખુબજ પ્રશન્ન થાય છે.

એક લાલ રંગના દોરાને તમારા શરીરની ઊંચાઈ પ્રમાણ કાપી લો અને તેને અંબાના પાન પર લપેટીલો અને પછી ૐ નમઃ શિવાયના જાપ સાથે તેને નદીમાં વહાવી દો આ ઉપાય કરવાથી શનિની ખરાબ દશાથી મુક્તિ મળે છે. અડદની દાળને પોતાના ઉપરથી 3 વાર વારીને કાગડાને ખવડાઓ. શનિવારના દિવસે ઘોડાની નાળને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લગાવો.

શનિવારની સાંજે કીડીઓને અને માછલીઓને લોટની ગોરીઓ ખવડાવવાથી તમારું ભાગ્ય ખુલી જશે. અડદ, મગની દાળને શનિવારની સાંજે કોઈ ગરીબને દાન કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહે છે.

શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરવાથી તમને ખુબજ ફાયદો થશે. જો તમે શનિની ખરાબ દશાથી પરેશાન છો તો તમારા વજન પ્રમાણે કોલસો લઈને પાણીમાં વહાવી દો. દર શનિવારે શનિદેવને તલનું તેલ ચઢાવો.

error: Content is protected !!