ધન પ્રાપ્તિ અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે શનિવારના દિવસે કરી લો આ સરળ ઉપાય.
શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત હોય છે. મોટા ભાગના લોકો જાણે છે કે શનિવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરીને પણ તકલીફોથી છુટકાળો મેળવી શકાય છે.
શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર પણ તેમની કૃપા થાય છે. તે વ્યક્તિ માલામાલ થઇ જાય છે. શનિવારના દિવસે કેટલાક ઉપાય કરીને જીવનની તકલીફોથી છુટકાળો મેળવી શકાય છે.
કપૂર હિન્દૂ ધર્મમાં ખુબજ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. શનિવારના દિવસે કપૂરનું દાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરનાર વ્યક્તિને તેના બધા કાર્યોમાં સફળતા મળે છે. જે લોકો શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરીને કપૂરનો દીવો સળગાવે છે. તેમને ધન સબંધિત બધી તકલીફોથી છુટકાળો મળે છે.
જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેમને શનિવારના દિવસે કપૂરને કાળા કપડામાં બાંધીને શનિદેવ ને ચઢાવો. આમ કરવાથી પણ આર્થિક તંગી દૂર થશે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય હોય તો
તેને દૂર કરવા માટે ઘરના કોઈપણ ખૂણામાં કપૂર સળગાવાથી ઘરના તમામ પ્રકારના વાસ્તુ દોષો દૂર થાય છે. શનિવારના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવી ખુબજ શુભ માનવામાં આવે છે.