શનિવારના દિવસે કરો આ ઉપાય હનુમાન દાદા તમારી બધી મનોકામના પુરી કરશે.
શનિવારના દિવસે ભગવાન હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાનો દિવસ છે. શનિવારના દિવસે કેટલાક ઉપાય કરીને તકલીફોથી છુટકાળો મેળવી શકાય છે. આ સાથે સાથે હિન્દૂ ધર્મમાં શનિવારના દિવસે સૂર્ય પુત્ર શનિદેવની પૂજા પણ કરવામાં આવે છે.
શનિવારના દિવસે હનુમાન દાદાને ચમેલીનું તેલ ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે તેલથી બનેલા પદાર્થો ગરીબને દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિવારના દિવસે કાળી ગાયને રોટલી ખવડાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. જીવનમાં આવતી બધી તકલીફો દૂર થાય છે. શનિવારના દિવસે હનુમાન દાદાને આકડીયાના ફૂલની માલા ચઢાવવી જોઈએ. શનિવારના દિવસે કીડીઓને લોટ અને ગોળની ગોરીઓ ખવડાવવી ખુબજ શુભ માનવામાં આવે છે.
શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ કરવાથી જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે કાળી અડદની દાળનું દાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. શનિવારની સાંજે ઘરમાં ગુગળનો ધૂપ કરવો ખુબજ શુભ માનવામાં આવે છે.
શનિવારના દિવસે 1 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખુબજ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે હનુમાન દાદાની સવાર સાંજ પૂજા કરવી અને સિંદૂર ચઢાવવું ખુબજ શુભ માનવામાં આવે છે.