મંદિરની દાન પેટી ચોરવા આવેલા ચોરોને ભગવાને આવી રીતે તાત્કાલિક સજા આપી…

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી કેટલાય લોકો બેરોજગાર બન્યા છે. બેરોજગાર બનવાથી અને કળિયુગના સમયમાં લોકો હવે ચોરી અને લૂંટના સતત પ્રયાસ કરતા જ રહે છે. તેવામાં એક એવો જ કિસ્સો જોવા મળ્યો છે, જેમાં આ ચોરોને તાત્કાલિક સજા મળી ગઈ છે.

આ કિસ્સો છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવેલા એક શનિદેવના મંદિરનો છે, જ્યાં બે ચોરો અડધી રાતે મંદિરનું તાળું તોડીને મંદિરમાં ચોરી કરવા માટે ઘુસ્યા હતા. આ ચોરોની નજર ત્યાં મંદિરમાં રાખેલી દાન પેટી ઉપર નજર હતી

અને તેથી તેઓએ સીધી નજર દાન પેટી ઉપર જ રાખી હતી. તેઓએ આ દાન પેટીના તાળાને તોડવાના ઘણા પ્રયાસો પણ કર્યા હતા. તેમના લાખ પ્રયત્ન પછી પણ એ તાળું તૂટ્યું નઈ. જેમાં એક ચોરે દાન પેટીમાં હાથ નાખ્યો પણ હાથ અંદર ગયો પણ તે બહાર નિકર્યો નઈ.

ત્યારબાદ બીજા ચોરે મંદિરનું ત્રિશુલ લઈને તેનો હાથ બહાર કાઢવા માટે ઘણી મોટી મહેનત કરી પણ તે સવાર સુધી નિકરી ના શક્યો. સવાર પડી તો પૂજારી આવ્યા અને આ જોઈને સીધા મંદિરનો દરવાજો બંધ કરીને પોલીસને બોલાવી દીધી હતી. આ જોઈને ત્યાંના લોકોએ એવું કહ્યું હતું કે, ભગવાને આ ચોરોને તાત્કાલિક સજા આપી દીધી છે.

error: Content is protected !!