આ દાદીનો પરિવાર હોવા છતાં ૭૨ વર્ષની ઉંમરે આજે રોડ ઉપર ભીખ માંગીને તેઓનું ગુજરાન ચલાવે છે, એવું તો શું થયું?

આપણી આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જેઓને માંગીને ખાવું પડે છે, આ લોકો એટલી કઠિન પરિસ્થિતિમાં તેઓનું જીવન જીવતા હોય છે કે તેઓને જોઈને તમે પણ રડી પડશો. આ લોકો ભૂખ્યા રહીને પણ રોડ ઉપર રહીને તેમનું જીવન જીવે છે, તેવો જ એક કિસ્સો જેને સાંભળીને તમે પણ રડી પડશો.

અહીંયા એક ૭૨ વર્ષના દાદીમા નડિયાદમાં મોઇમાતાએ રહે છે, તેઓ વાણિયાવાડીએ આવીને બેસે છે. તેમનું નામ દેવીલાબેન છે, તેઓ માંગીને જે પૈસા આવે તેનું અનાજ લઈને રાંધીને આ દાદીમા ખાય છે.

તેઓને તેમના પરિવારે ઘરમાંથી કાઢી મુખ્ય હતા અને આ બધી બાબત સંપત્તિ માટે બની હતી. તેઓ તેમના એક દીકરાની સાથે રહે છે અને માંગીને બંને માં-દીકરો તેઓનું જીવન ગુજારે છે.

દાદીમા એવું કહે છે કે, હું ભણેલી છું અને હાલમાં નોકરી પણ શોધું છું, જો મને નોકરી મળી જાય તો હાલ જ નોકરી જતી રહ્યું. પહેલા મેં નોકરી કરેલી છે, અને મારુ પેટ પણ ભરેલું છે.

જો મારી જિંદગી બગાડી હોય તો આ મારા પરિવારના લોકો, તેમના લીધે જ મારી આજે આવી જિંદગી બગડી ગઈ છે. જેથી આજે રોડ ઉપર બેસીને માંગવું પડે છે અને તેનાથી ગુજરાન ચલાવવા અહીંયા રોડ ઉપર બેસી રહું છું.

આ દાદીમાને બે દીકરા છે જેમાં એક દીકરો તેમની સાથે રહે છે તે થોડોક માનસિક રૂપથી બીમાર છે, અને બીજો દીકરો અલગ રહે છે. આમ તેઓ તેમનું જીવન જીવવા માટે મોટો સંઘર્ષ કરીને તેમનું જીવન જીવે છે.

error: Content is protected !!