એવું તો શું થઇ ગયું કે જીગ્નેશ કવિરાજે પોતાનું નામ બદલી નાખ્યું.

ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ કવિરાજને તો તમે બધા જાણતા જ હશો. જીગ્નેશ કવિરાજ તેમના લાઈવ પ્રોગ્રામ અને આલ્બમ ગીતો માટે ખુબજ જાણીતા છે. તમે બધા જીગ્નેશ કવિરાજને ફોલો કરતા હશો પણ તેમના જીવનની એવી કેટલીક વાતો કે તમે તેમના વિષે નહિ જાણતા હોય. આજે અમે તમને જણાવીશું કે જીગ્નેશ કવિરાજે પોતાનું નામ કેમ બદલી નાખ્યું.

જીગ્નેશ કવિરાજે કહ્યું કે હવે મારે વિદેશમાં પ્રોગ્રામમાં જવાનું ચાલુ થઇ ગયું છે. જીગ્નેશ કવિરાજનું અસલી નામ જીગ્નેશ બારોટ છે. માટે તેમના બધા ડોક્યુમેન્ટ પર નામ જીગ્નેશ બારોટ છે. પાસપોટ પર પણ જીગ્નેશ બારોટ નામ છે અને તેમના વિઝા જીગ્નેશ કવિરાજના નામના આવે છે. તેનાથી ખુબજ મોટી તકલીફ ઉભી થાય છે.

આ તકલીફના સોલ્યુશન માટે હું આજથી મારુ નામ જીગ્નેશ બારોટ રાખું છુ. હવે મારી આવનારી તમામ કેસટો અને વિડીયો સોન્ગમાં નામ જીગ્નેશ બારોટ જ આવશે અને મારા બધા સોસીયલ મીડિયા એકાઉન્ટ માં પણ નામ બદલી નાખ્યું છે

અને મારી યુ ટ્યુબ ચેનલનું નામ પણ મેં બદલીને જીગ્નેશ બારોટ કરી દીધું છે. તેથી હું પણ તમને વિનતી કરું છુ. મને આજથી જીગ્નેશ બારોટના નામથી ઓળખજો અને તમારા આશીર્વાદ આમ જ મારા પર વરસાવતા રહેજો.

error: Content is protected !!