સુરતના 13 વર્ષના ધ્રુવનું કોરોનાથી ફક્ત 5 કલાકમાં મૃત્યુ થવાથી, વાલીઓને હવે ખુબજ ચિંતા થવા લાગી છે.
ગુજરાતમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.સુરતના એક 13 વર્ષના છોકરાનું ખુબજ ઓછા સમયમાં કોરોનાથી અવસાન થઇ ગયું છે.રવિવારની રાતે સુરતના 13 વર્ષના ધ્રુવનું કોરોનાથી મૃત્યુ થઇ જતા લોકોને ચિંતામાં નાખી દીધા છે.
કારણ કે ડોક્ટરોના અનુસાર નવા કોરોનાનું સ્વરૂપ બાળકો માટે ખુબજ ખતરનાક સાબિત થઇ રહ્યું છે.હવે ઘણા ડોક્ટરો કહી રહ્યા છે કે હવે કોરોના સીધો ફેફસા સુધી સુધી પહોંચી જાય છે.
અને તે વ્યક્તિમાં શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો દેખતા નથી.એક એવો પણ સમય હતો કે જેમાં કહેવામાં આવતું હતું કે બાળકોને કોરોનાથી ઓછો ભય છે.ત્યારે જે રીતે આખા ગુજરાતમાં કોરોના વિનાશક પરિસ્થિતિએ પોહોંચી ગયો છે.તેવી સ્થિતિમાં એક 13 વર્ષના છોકરાનું કોરોનાથી મૃત્યુ થવાથી બધા વાલીઓને ચિંતામાં નાખી દીધા છે.
ડોક્ટરોએ ધુવને બચાવવા માટે 5 કલાક સુધી મથામણ કરી હતી છતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.ડોક્ટરોએ કહ્યું હતું કે ધ્રુવને ન્યુરોલોજીકલ ડિસઑડર હતો.અને તેને કોરોનાંના કોઈ લક્ષણો પણ નહતા દેખાતા.
રવિવારે જયારે તે બાથરૂમમાં પડી ગયો હતી તેથી તેને માથામાં ઈજા પહોંચી હતી,ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયારે તેનો સિટી સ્કેન કર્યો ત્યારે ખબર પડીકે તેને કદાચ કોરોના હોઈ શકે છે.
પછી તેને થોડીવાર માંજ વેન્ટિલેટર પર મુકવામા આવ્યો હતો.ડોક્ટરોએ ધ્રુવને બચાવવાનો ઘણો ટ્રાય કર્યો પણ આખરે તેનું મૃત્યુ નીપજ્યું હતું.કોરોના વાઇરસના બદલાયેલા સ્વરૂપથી તે બધી ઉંમરના લોકોને અસર કરી શકે છે.