સોનુ સુદે શા માટે એવું કહ્યું કે, સારું થયું કે મારા માતા-પિતા આ દુનિયા છોડીને જતા રહ્યા…
સમગ્ર દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, આ મહામારીએ કેટલાય લોકોના જીવ લઇ લીધા છે. આ સમયમાં કેટલીય સંસ્થાઓ દર્દીઓને અને તેમના પરિવારના લોકોની મદદે આવ્યા છે.
તેવામાં સોનુ સુદ જે ગરીબ લોકોની સાથે સાથે કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારના લોકોને ઘણી મોટી મદદ પણ કરી હતી. સોનુ સુદ ગયા વર્ષથી લોકોની મદદે આવી રહ્યા છે.
તેઓએ તેમના એક ઇન્ટરવ્યૂમાં તેમના આ બધા અનુભવો વિષે વાત કરી હતી જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, મેં દિવસના ૧૦૦ લોકોથી લઈને ૧૦૦૦ લોકોની મદદ કરી હતી.
ધીમે ધીમે જે લોકોને મદદ મળી તે લોકો મારી સાથે જોડાયા હતા. તેમની આ મદદ કરતા કરતા તેઓને ખ્યાલ જ ના રહ્યો કે તેઓ ક્યારે વોલિએન્ટર બની ગયા તે તેમને જ ખબર ના રહી. તેવામાં સોનુ સુદે ભાવુક થઇને એવું કહ્યું કે, મને એવું લાગે છે કે
આ સમયે મારા મમ્મી અને પપ્પા જો કદાચ આ દુનિયામાં હોત અને આ કપળી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હોય અથવા તો કોરોના થઇને ઓક્સિજનના મળ્યો હોત તો હું તૂટી જાત.
તેમ કહી તેઓએ એવું કહ્યું હતું કે તેમના મમ્મી પપ્પા યોગ્ય સમયે જ ભગવાન પાસે ગયા છે, તેઓએ એક પોસ્ટ કરીને પણ આ વાત જણાવી હતી. તેમાં એવું પણ કહ્યું હતું કે, જયારે તેમની પાસે વ્યક્તિઓ મદદ માંગે છે ત્યારે હું એમને મદદ નથી કરી શકતો અને જયારે તે દર્દીને ગુમાવવા પડે છે તો એવું જ લાગે છે કે જાણે આપણે આપણા સ્વજનો ગુમાવ્યા હોય.