નડિયાદના સંતરામ મંદિરમાં આ દિવસે કેમ સાકર વરસાદ કરવામાં આવે છે, એનો પણ એક અનેરો મહિમા છે.

આજે અમે તમને ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા ઐતિહાસિક સંતરામ મંદિર વિષે જણાવીશું. આ મંદિરમાં દર વર્ષે સાકારનો વરસાદ કરવામાં આવે છે. એની પાછળ પણ એક અનેરું રહસ્ય છુપાયેલું છે. દર મહાસુદ પૂનમે આ મંદિરમાં સાકારનો વરસાદ કરવામાં આવે છે. આ મંદિર સંતરામનું છે. જે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલા નડિયાદ આવ્યા હતા.

તેમને નડિયાદમાં ધૂની ધખાવી હતી. તેમને લગભગ 15 વર્ષ સુધી રાયણના એક વૃક્ષ નીચે આવેલી બખોલમાં વાસ કર્યો હતો. તેમને આ 15 વર્ષ સુધી નડિયાદના લોકો માટે આધ્યાત્મિક કાર્ય કર્યું હતું અને લોકોની સેવામાં પોતાનું જીવન વિતાવ્યું હતું. લગભગ 185 વર્ષ પહેલ સંતરામ મહારાજે સમાધિ લીધી હતી તે સમયે પ્રજ્વલિત થયેલી જ્યોત આજે પણ પ્રજ્વલિત છે.

સંતરામ મહારાજે જીવિત સમાધિ લીધી હતી. તેમને એ સમયે કહ્યું હતું કે બે જ્યોત સળગાવો અને હું કાયમ માટે અહીં બિરાજે. ત્યારે પછી દર વર્ષે અહીં મહાસુદ પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

આ દિવસે લગભગ 2000 કિલો સાકરનો વરસાદ કરવામાં આવે છે. ભક્તો થોડી સાકરને ત્યાં પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે અને બીજી સાકર ઘરે લઇ જાય છે અને શુભ પ્રસંગોમાં આજ સાકરનો ઉપયોગ કરે છે અને કોઈ સારું કામ કરતા પહેલા આજ સાકર ખાઈને ઘરની બહાર નીકળે છે અને તેમના બધા કામો સફળ પણ થાય છે.

error: Content is protected !!