સ્કૂલેથી માતા તેમની દીકરીને એક્ટિવા પર લઈને ઘરે જતા હતા પણ રસ્તામાં એક ડમ્પર કાળ બનીને આવ્યું અને માતાની નજર સામે જ પાંચ વર્ષની દીકરી દુનિયાને અલવિદા કહી ગઈ.
એક પણ દિવસ રાજ્ય ભરમાં એવો પસાર ના થયો હોય કે એ દિવસે કોઈ દુઃખદ બનાવ ના બન્યો હોય, આજે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં કેટલાય લોકો તેમનો જીવ ગુમાવતા હોય છે.
હાલમાં એક દીકરીનું માતાની આંખો સામે જ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું તો માતા રસ્તા પર જ આક્રંદ રુદન કરવા લાગી હતી.આ બનાવ ઉમરેઠ-ડાકોર રોડ પર ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થઇ ગયો હતો.
આ બનાવ આણંદમાં બન્યો હતો અને સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી બે દીકરીઓને માતા એક્ટિવા પર ઘરે લેવા માટે ગયા હતા. જેમાં માતા બે દીકરીઓને લઈને ઘરે આવવા નીકળ્યા હતા એટલામાં રસ્તામાં એક ડમ્પરની જોરદાર ટક્કર થઇ ગઈ હતી.
તો એક્ટિવા ફંગોળાઈ ગઈ અને માતા-બે દીકરીઓ પડી ગયા હતા જેમાં એક પાંચ વર્ષની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી ગઈ હતી. આ ટક્કરમાં દીકરીને ઈજાઓ પહોંચતા માતાની નજર સામે જ દીકરી દુનિયાને અલવિદા કહી ગઈ હતી.
આ બનાવ બન્યા પછી અહીંયા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને બધા જ લોકો પણ હચમચી ગયા હતા.માતાની નજર સામે જ દીકરીનું મૃત્યુ થઇ જતા માતા રસ્તા પર જ આક્રંદ રુદન કરતી હતી.
આમ આ ઘટના વિષે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, આ સાથે બધા જ લોકો ખુબ જ દુઃખી થયા હતા અને પરિવારના લોકોને જેવી આ ઘટના વિષે ખબર પડી તો બધા જ લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા. માતા દીકરીને યાદ કરીને આજે પણ ચોધારા આંસુએ રડી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.