આ છોકરાના માતા પિતા પાસે તેની શાળાની ફી ભરવાના પૈસા ન હતા, તો નિરાશ થવાની જગ્યાએ આ છોકરાએ કર્યું એવું કામ કે તેની બધી સમસ્યાઓનો અંત આવી ગયો.

મિત્રો એવા ઘણા બાળકો છે કે જેમને ભણવું છે પણ પરિવારની સ્થિતિ સારી ન હોવાથી અમુક બાળકોને પોતાનું ભણવાનું અધૂરું જ છોડવું પડે છે, પણ બધા બાળકો હાર માનીલે તેવા નથી હોતા આજે અમે એક એવા યુવક વિષે જણાવીશું કે જેની પાસે પોતાની શાળાની ફી ભરવા માટે પૈસા ન હતા. તો એક એવી રીત અપનાવી કે તે રાતો રાત વાઇરલ થઇ ગયો.

આ યુવકનું નામ શકીલ છે અને તે પોતાનો અભ્યાસ કરે છે. તેના માતા પિતાની પરિસ્થતિ એવી નથી કે તે ઘર ચલાવવાની તેની મોગી દાટ શાળાની ફી ભરી શકે. એવા સમય આવી ગયો હતો કે જો શકીલ તેની શાળાની ફી ન ભરે તો તેને શાળા છોડવી પડે એમ હતું, પણ એવા સમયમાં હિંમત હારવાની જગ્યાએ શકીલે જોયું કે આ સમસ્યાનું શું સમાધાન નીકળી શકે છે.

તો શકીલને નાનપણથી જ ગાવાનો ખુબજ શોખ હતો. માટે તેને નક્કી કર્યું કે તે રોડ પર ગીતો ગાઈને લોકોને વિનંતી કરશે કે તે મને થોડી થોડી મદદ કરે તો મારી શાળાની ફી ભરી જાય. તો શકીલ પોતાનું ગિતાર લઈને રોડ પર પહોંચી ગયો અને તેને ગાવાનું શરૂ કર્યું. લોકો તેની પાસે આવવા લાગ્યા.

લોકોને શકીલનો અવાજ ખુબજ પસન્દ આવ્યો. તો એક વ્યક્તિએ તેનો વિડીયો બનાવીને સોસીયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને આ વડીયો ખુબજ વાઇરલ થઇ ગયો અને શકીલ રાતો રાત વાઇરલ થઇ ગયો.

લોકોએ તેને ખુબજ મદદ કરી મોટા મોટા લોકો પણ શકીલની મદદ માટે સામે આવ્યા છે. સમસ્યાથી ડરવાની જગ્યાએ જો હિંમતથી કામ લો તો દરેક સમસ્યાનું સમાધાન નીકળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!