જે વ્યક્તિઓ સવારે ઉઠીને સીધા આ ૪ કામ કરે છે, તે જીવનભર ગરીબ જ રહે છે…
દરેકે દરેક વ્યક્તિ તેના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાની માટે કેટલાય પ્રયત્નો કરતો હોય છે, પણ તેની ગમે ત્યાં ભૂલ થઇ જતી હોય છે અને તેની પાસે રહેલી ગરીબાઈ જવાનું નામ જ નથી લેતી. જેથી આ વ્યક્તિના લાખ પ્રયત્નો કરવા પછી પણ તેની ગરીબાઈ જતી નથી.
તો આપણા શાસ્ત્રોની મુજબ કેટલાક વસ્તુ દોષો આપણા ઘરમાં હોય છે અને તેથી કરીને આપણે ગરીબાઈનો સામનો કરવો પડતો હોય છે, તો એવી આ ચાર બાબતો છે જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે તે પણ આપણી ગરીબાઈનું કારણ બની શકે છે.
તેમાં સૌથી પહેલી એ છે કે, સવારના સમયે તમારે ભોગ-વાસના ના કરવી જોઈએ. આમ કરવાથી પણ તમારી પાસે હંમેશા દરિદ્રતા રહે જ છે. બીજી મહત્વની વાત સવારે ઉઠીને કોઈ દિવસ તમારો ચહેતો દર્પણમાં ના જોવો જોઈએ કેમ કે આ પણ તમારી ભૂલ દરિદ્રતાને ઉદ્ભવ આપે છે. પરિણામે તમારે મોટો સામનો કરવો પડે છે.
ત્રીજી બાબત જેમાં તમારે સવારે ઉઠીને સીધું લડાઈ-ઝગડા, મારપીટ અને ખરાબ દ્રશ્યો આ બધા દ્રશ્યો ના જોવા જોઈએ. તેની સાથે સાથે ઉઠતાની સાથે તમારે તમારા ઘરમાં જ કોઈની સાથે લડાઈ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે.
આ કારણોથી પણ તમારા ઘરમાં દરિદ્રતા જવાનું નામ જ નઈ લે. ચોથું કારણ એ છે કે, સવારે ઉઠતાની સાથે તમારે ખાવાનું કે નાસ્તો ના કરવો જોઈએ. આ ખાવનું અને નાસ્તો તમારે નહાઈ ધોઈને ભગવાનનું નામ લઈને પછી જ કરવું જોઈએ. આ કારણથી પણ તમારી ઘરમાં દરિદ્રતા આવી શકે છે.
તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે અને તેની સાથે સાથે ઉઠીને જમણા હાથમાં જોઈને દેવી-દેવતાઓને યાદ કરવાના છે, ત્યારબાદ તમે તમારી પથારીમાંથી ઉઠો અને જયારે નીચે પગ મુકો ત્યારે જમીન પણ સ્પર્શ કરીને દેવી-દેવતાના આશીર્વાદ લેવાના છે ત્યારબાદ જ પથારીમાંથી નીચે ઉતરવાનું છે. આમ આટલી બાબતોનું ધ્યાન રાખશો તો, ગરીબબાઈ ચપટીમાં દૂર થઇ જશે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.