આજે પણ સતાધારમાં પાડાપીરના લોકોને અપાર પરચા થાય છે. જાણો તેમના રહસ્ય વિષે.

આજે અમે તમને સતાધારમાં આવેલા પાડાપીરના ઇતિહાસ વિષે જણાવીશું. સતાધારમાં આપાગીગાની સમાધિ આવેલી જે લોકોને બાળકો ન થતા હોય તે સંત આપાગીગાની માનતા રાખે છે અને જે લોકોની માનતા પુરી થાય છે.

તે લોકો પોતાના બાળકનો ફોટો અહીં મંદિરમાં ચઢાવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં સતધાર આપાગીગાના દર્શન કરે છે. તેના બાધા પાપા નાશ પામે છે.

આપાગીગા એ પુરુષ દેવતા હતા તેમને ગીરના જંગલમાં સદાવ્રત ખોલ્યું હતું અને ગાયોની સેવા કરી હતી. આપાગીગાએ ચાલુ કરેલું સદાવ્રત હજી ચાલુ છે. અહીં આવતા ભક્તો પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. સંત આપાગીગાએ હજારો ભૂખ્યા લોકોનો ભોજન આપ્યું હતું અને તેમની સેવા કરી હતી.

જયારે પણ સતાધારનું નામ આવે ત્યારે પાડાપીરનું નામ આવે છે. આ પાડો દેવતાઓનો અંશ હતો. આ પાડાને મુંબઈના કસાઈ ખનામાં મોકલવામાં આવ્યા હતો પણ કસાઈને એવો પરચો મળ્યો કે તેઓએ આ પાડાને સામેથી પાછો અહીં મોકલી દીધો.

પાડાપીર ઉપવાસ પણ કરતા હતા. સાતધારની આ જગ્યા પર એક અલગ જ પ્રકારની શાંતિની અનુભૂતિ થાય છે. અહીં ભક્તોને રહેવા અને જમવાની સગવડ પણ છે. અહીં આવતા ભક્તોની બધી જ તકલીફો દૂર થાય છે.

error: Content is protected !!