કોરોના દર્દીઓના જીવ બચાવવા દરજી કામ કરતા સાસુ વહુ કોરો ચેક લઈને કલેક્ટર ઓફિસે પહોંચી ગયા અને કહ્યું કે આમાં જેટલી રકમ ભરવી હોય એટલી ભરી દો પણ લોકોના જીવ બચાવી લો.
કોરોના કાળમાં એક બાજુ કાળા બજારીઆઓ લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીનને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. ત્યારે આવા કપરા કાળમાં એવા પણ લોકો છે કે જે પોતાના જીવન ભરની કમાઈ આપીને પણ લોકોની સેવા કરવા માટે આગળ આવી રહયા છે.
આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં રાજકોટના એક સાસુ વહુ એ પોતાના આખા જીવનમાં કમાયેલા બધા પૈસા કોરોના દર્દીઓની મદદ કરવા માટે આપવા તૈયાર થઇ ગયા.
રાજકોટમાં રહેતા નિર્મલા બહેલ અને તેમની પુત્રવધુ દરજી કામ કરે છે. કોરોના કારમાં જે રીતે લોકો તકલીફ વેઠી રહયા છે. જે તેમનાથી જોવાયું નહિ અને આ સાસુ વહુ કલેક્ટરને મળવા પહોંચ્યા.
આ સાસુ વહુએ કલેક્ટરને કોરો ચેક આપીને કહ્યું કે આમ જેટલી રકમ ભરવી હોય એટલી ભરી દો પણ કોરોનાથી મળતા લોકોને બચાવી લો. આ સાસુ વહુની સમાજમાં લોકોની મદદ કરવાની ભાવના જોઈને કલેક્ટર પણ ખુબજ ખુશ થઇ ગયા.
કલેક્ટરે આ ચેક તો ન સ્વીકાર્યો પણ આ સાસુ વહુની ભાવનાની કદર કરી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. ઓક્સિજનની અછતને જોઈને નિર્મલા બેને તેમના પુત્રને કયું કે દીકરા આ ઓક્સિજન કયા મળે છે.
મને ખબર નથી તમે ખબર હોય તો આ લોકોને લાવી આપણે લે આ મારા બધા પૈસા લઇ જા.તેમને ઘણા જરૂરિયાત મંદ લોકોને ઓક્સિજનના બાટલા વિના મુલ્યે આપીને લોકોના જીવ બચાવ્યા છે. સલામ છે આવા લોકોને પોતાની ચિંતા કર્યા વગર નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરે છે.