જૂનાગઢમાં રહેતા આ સાસુ સસરાએ પોતાની પુત્રવધુ માટે કંઈ આવું કામ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહર બેસાડ્યું.

એક એવા લગ્ન થયા કે જેને સમાજમાં ઉત્તમ ઉદાહર બેસાડ્યું કે પુત્રવધુ દીકરીથી જરાય ઓછી નથી એના પુરાવા મળ્યા. આ લગ્ન જોવામાં તો સામાન્ય દેખાઈ રહ્યા છે પણ તેમાં કન્યાદાન દીકરીના માતાપિતા નહિ પણ તેના સાસુ સસરાએ કર્યું. એવા સાસુ સસરા કે જેમને પોતાની પુત્રવધુને દીકરી સમજીને પોતાના ઘરેથી બીજા ઘરે વિદાય આપી.

આ ઘટના જૂનાગઢના કેશોદના મેસવાણ ગામમાં રહેતા હાજાભાઈના પુત્રનું લગ્નના એક જ વર્ષ પછી મૃત્યુ થઇ ગયું હતું. જુવાન જોત વિધવા પુત્રવધુનું દુઃખ સાસુ સસરાથી ના જોવાયું અને થોડા જ સમયમાં પોતાની દીકરી સમાન પુત્રવધુ માટે મુરતિયો શોધી ને તેના લગ્ન કરાવ્યા અને આ લગ્નમાં સાસુ સસરા એ જ પુત્રવધુનું કન્યાદાન કર્યું.

આ મંડપમાં જોવા મળ્યું કે સાસુ સસરાને દુઃખ અને ખુશી બંને એક સાથે જોવા મળી હતી. આમ તો સમાજ માં જો કોઈ પરુષની પત્ની મૃત્યુ પામે તો તે બીજા લગ્ન કરે છે અને જો કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેને પોતાનું આખું જીવન વિધવા બનીને વિતાવવું પડે છે

અથવા તેને તેના માતાપિતાના ઘરે મોકલી દેવામાં આવે છે પણ હાજા ભાઈ અને તેમની પત્નીએ પોતાની પુત્રવધુનું કન્યાદાન કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહર બેસાડ્યું છે.

error: Content is protected !!