પુત્રવધુના ગૃહ પ્રવેશ સમયે સાસુ સસરાએ પુત્રવધુને આપી એવી ભેટ કે આખું ગામ જોતું રહી ગયું..

આપણા ભારત દેશમાં જયારે લગ્ન થાય ત્યારે તે ફક્ત એક યુવક યુવતીના લગ્ન નથી થતા પણ બે પરિવારોના લગ્ન થાય છે. કોઈના ઘરની દીકરી જયારે એક અજાણ્યા ઘરમાં પરણીને જાય છે. ત્યારે તે પરિવારની જવાબદારી બની જાય છે કે તે પોતાની પુત્રવધુને દીકરી માનીને તેનો સાથ આપે. રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાથી એક ખુબજ સરસ કિસ્સો સામે આવ્યો છે.

આ સાસુ સસરાએ પોતાની પુત્રવધુનું એવું ભવ્ય સ્વાગત કર્યું કે આખું ગામ જોતું રહી ગયું. ઈશ્વરસિંહના દીકરા રામના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન નક્કી થયા ત્યારે ઈશ્વર સિંહે અને તેમના પુત્ર રામે નક્કી કર્યું હતું કે આપણે કોઈપણ જાતનું દહેજ નથી લેવાનું અને લગ્ન ખુબજ સાદાઈથી કરવાના છે. છોકરી વાળએ પણ પોતાના જમાઈની આ વાતને આવકારી.

રામે પોતાના લગ્ન ખુબજ સાદાઈથી કર્યા. જયારે દહેજ સ્વરૂપે રામને તેની સાસરી માંથી જે ભેટ આપવામાં આવી હતી એ પણ રામે લેવાની ના પાડી દીધી હતી. ફક્ત એક રૂપિયો લઈને લગ્ન કર્યા હતા. રામની આવી સમજદારીથી આજે તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. જયારે દીકરો પોતાની પત્નીને રામ ઘરે લઈને આવ્યો ત્યારે રામના માતા પિતાએ તેનું ખુબજ ભવ્ય સ્વાગત કર્યું હતું.

જયારે રામે પોતાની પત્ની ઘરે લઈને આવ્યો ત્યારે રામના માતા પિતાએ તેમની પુત્રવધુને ગાડી ભેટ આપી. સાસુ સસરાની આ ભેટ જોઈને પુત્રવધુ પણ ખુબજ થઇ ગઈ. કારણ કે જમાઈને સાસરી માંથી મોંઘી ભેટ મળતી હોય છે પણ આ એવો કિસ્સો છે કે જેમાં સાસુ સસરાને તેમની પુત્રવધુને ગાડી ભેટ આપીને સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!