કળિયુગ સમયમાં વહુએ તેના સસરાને જે કીધું તેનાથી સસરા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા…

આ કળિયુગમાં એવા કેટલાય પ્રસન્ગો બનતા હોય છે જેને સાંભરીને તમારું કદાચ હૈયું પણ ભરાઈ જતું હોય છે. તેવામાં આ વાત સાંભળીને તમે પણ રડી પડશો. એક પરિવાર હતો જેમાં ત્રણ દીકરાઓ અને તેમના માતા પિતા હતા. પિતાનું નામ કિશોરભાઈ હતું,

તેમના ત્રણેય દીકરાઓ જુદા જુદા શહેરમાં નોકરી કરતા હતા. કિશોરભાઈ તેમની પત્ની તુલસીબેન સાથે ગામડામાં એક મકાનમાં રહેતા હતા. તેઓએ તેમના દીકરાઓને કહેલું કે દિવાળીના સમયમાં બધા લોકોએ સાથે જ રહેવાનું.

આ આખો પરિવાર દિવાળીના સમયમાં આખું અઠવાડિયું સાથે રહેતા હતા અને આ દિવસો ક્યાં જતા રહેતા તે કોઈને પણ ખબર નહતી પડતી. પછી અચાનક એક દિવસ તુલસીબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો અને તેઓનું મૃત્યુ થયું હતું.

આ વાતની જાણ થતા બધા દીકરાઓ તરત ઘરે આવી ગયા હતા અને તેમની અંતિમ વિધિ પણ પુરી કરી હતી. ત્યારબાદ એક દિવસ સાંજે બધા લોકો બેસ્યા હતા અને તેવામાં કિશોરભાઈને આ મોટા દીકરાની વહુએ કહ્યું કે, પપ્પા તમે અમારી સાથે ચાલો અને ત્યાં રહે જો તો તરત જ કિશોરભાઈ ના પાડી હતી અને કહ્યું હું અહીંયા જ રહીશ.

કિશોરભાઈએ આ બધાને કહ્યું તમારી મમ્મી બે વસ્તુઓ તમારી માટે મૂકીને ગઈ છે, જેમાં એક સોનાની ચેન છે અને એટલામાં તરત જ નાના દીકરાની વહુ બોલી એ સોનાની ચેન મને મમ્મીએ મને આપવાનું કહ્યું હતું,

બીજી વસ્તુ ચાંદીની પાયલ એટલે તરત જ વચ્ચે વાળા દીકરાની વહુ સ્નેહા બોલો આ પાયલ મને મમ્મીએ આપવા કહ્યું હતું. કિશોરભાઈ આ સાંભળીને મોટા દીકરાની વહુની સામે જોયું અને કહ્યું મારી પાસે હવે તમને આપવા માટે કઈ નથી, તો મોટા દીકરાની વહુએ જે જવાબ આપ્યો તે સાંભરીને કિશોરભાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

મોટા ભાઈની પત્ની આશાએ એવું કહ્યું કે, પપ્પા મને મમ્મી એવું કહીને ગયા હતા કે જયારે પણ હું પહેલા ભગવાનના ઘરે જાઉં તો તારા પપ્પાને તું તારી સાથે લઇ જજે અને તેમની સાર-સંભાળ પણ તારે જ રાખવાની છે. બસ આટલું સાંભળતાની સાથે જ કિશોરભાઈ ખુબ રડ્યા હતા.

error: Content is protected !!