૨૫ વર્ષ મોટા સસરા તેના પોતાના દીકરાની વહુને લઈને ભાગી ગયા…
હાલના સમયે રોજબરોજ આપણે સમાચાર અને સોશિયલ મીડિયામાં પ્રેમ પ્રકરણના અવનવા કિસ્સાઓ બનતા જ હોય છે અને તેને જોયા વાંચ્યા પણ હશે. આવા પ્રેમપ્રકારણો સાંભરીને આપણને પણ શર્મસાર કરી દે છે. તેવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટના હરિયાણાના પાણીપત જિલ્લામાં એક સસરા પોતાના જ દીકરાની વહુને લઈને ભાગી ગયા હતા, આ બંનેના સંબંધોની વિષે તો ત્યારે જ ખબર પડી કે જેવાંમાં તપાસ કરતા સીસીટીવીમાં બંને ભાગતા જોવા મળ્યા હતા. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ બંનેની વચ્ચે ઘણા લાંબા સમયથી અવૈધ સબંધો હતા. લોકોને બતાવવાની માટે અવાર નવાર ઝગડતા હતા.
આ ઘટના પાણીપતના સૈની કોલોની છે, જેમાં આ યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તેને એક ૧૦ મહિનાનો દીકરો પણ છે. આ મહિલાને તેના પતિની જગ્યાએ તેના સસરાની જોડે જ અવૈધ સબંધો બંધાઈ ગયા હતા.
આ બંનેએ એક સાથે રહેવાની માટે ભાગીને બીજે ક્યાંક રહેવાનું પ્લાનિંગ પણ કર્યું, જેની માટે પરિવારના બીજા લોકોને ખાવામાં નશાની ગોળીઓ નાખીને પરિવાર જયારે બેભાન હાલતમાં હતા તેવામાં આ બંને સવારે ૪ વાગ્યાની આજુબાજુએ પહેલા સસરા નીકર્યા અને ત્યારબાદ વહુ તેના ૧૦ મહિનાના દીકરાને લઈને નિકરી ગઈ હતી.
આ બંને ઘરની બહાર મળીને તેઓ બંને ક્યાં ચાલ્યા ગયા એ કોઈને પણ ખબર નથી, આ લોકોની પાસે મોબાઈલ પણ નથી. પરિવારનું એવું કહેવું છે કે, સસરા તો તેનાથી ઉંમરમાં ઘણા મોટા છે.
આ સસરાના દીકરાનું એવું કહેવું છે કે, તેમની વચ્ચે તો અવાર નવાર ઝગડાઓ થતા જ રહેતા હતા અને અમને તો એવું જ લાગતું હતું કે તેઓ સાચે જ લડતા હતા પણ આજે ખબર પડી. ત્યારબાદ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને પોલીસે તેમને શોધવાના પ્રયાસો પણ ચાલુ કરી દીધા છે.