કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને સરકાર ૧૦ લાખ રૂપિયા આપશે અને સાથે સાથે બીજા ઘણા લાભો પણ મળશે.
કોરોનાની બીજી લહેરમાં ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે. ત્યારે આ સમયમાં ઘણા બાળકોએ પોતાના માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. ત્યારે હવે આ બાળકોનું ભરણ પોષણ કોણ કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે. અમુક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે આ કોરોનાની બીજી લહેરમાં ઘણા બાળકોએ પોતાના માતા પિતાને એક સાથે ગુમાવી દીધા હોય.
ત્યારે આ બાળકોની જવાબદારી કોણ લેશે એ પ્રશ્ન પણ ઉભો થયો છે. ત્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે બાળકોએ પણ કોરોનામાં પોતાના માત પિતા ગુમાવ્યા છે. તેમને સહાય મળશે.
પ્રધાનમંત્રી કેર નીચે 18 વર્ષના આવા બાળકોને દર મહિને ભરણ પોષણ માટે ભથ્થું આપવામાં આવશે અને આ બાળકો જયારે 23 વર્ષના થશે ત્યારે તેમને ૧૦ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
પ્રધાનમંત્રી દ્વારા આવા બાળકોને મફત શિક્ષણ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આયુષમાન ભારત હેઠળ આવા બાળકોને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમો આપવામાં આવેશે.
આવા બાળકોજો પ્રાઇવેટ સ્કૂલમાં ભણશે તો તેની ફી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ સાથે ચોપડીઓ, યુનિફોર્મ અને જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં આવશે. માતા પિતાના મૃત્યુ પછી બાળકોના ભવિષ્યને લઈને મોટા સવાલો ઉભા થતા હોય છે. ત્યારે મોદી સરકારનો આ નિર્ણય માતા પિતા ગુમાવનાર બાળકો માટે ખુબજ રાહત ભર્યો નીવડશે.